ચહલના જન્મ દિવસ ઉપર ડાન્સર પત્ની ધનાશ્રીએ આપી ખુબ જ શાનદાર ભેટ, તસવીરો શેર કરીને કહ્યું એવું કે, વાંચીને દિલ ગાર્ડન ગાર્ડન થઇ જશે, જુઓ

યૂઝવેન્દ્ર ચહલના જન્મ દિવસ ઉપર ધનાશ્રીએ શ્રે કરી ખાસ તસીવરો, આ અંદાજમાં આપી પોતાના પ્રેમને શુભકામનાઓ

બોલીવુડના સેલેબ્સની જેમ ક્રિકેટરોની લાઈફ પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, ઘણા ક્રિકેટરો એવા છે જેમને ગ્લેમર દુનિયાની અભિનેત્રીઓ સાથે લગ્ન પણ કરી લીધા છે અને તેમની જોડીઓને પણ તેમાં ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે. ત્યારે એવી જ એક ખ્યાતનામ જોડી છે યુઝી ચહલ અને ધાનશ્રી વર્માની. ધનાશ્રી એક ડાન્સર, કોરિયોગ્રાફરની સાથે સાથે ડોક્ટર પણ છે. તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પતિ સાથે તસવીરો પણ શેર કરતી રહે છે.

ત્યારે આજે હવે ટીમ ઈન્ડિયાના જાદુઈ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ 32 વર્ષના થઇ ગયો. આ ખાસ અવસર પર તેની પત્ની ધનાશ્રી વર્માએ બે ખાસ તસવીરો પોસ્ટ કરીને તેના પ્રેમને અભિનંદન પાઠવ્યા હતા. તસવીરોમાં ચહલ તેની પત્નીને પ્રકૃત્તિની વચ્ચે પકડેલો જોવા મળે છે. ધનશ્રી ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે ચહલને શબ્દો રૂપી ભેટ આપતા લખ્યું “જીવન માત્ર એક સફર છે, પરંતુ હજુ પણ ઘણી રીતે ખૂબ જ સુંદર છે. તમે એક સારા વ્યક્તિ છો અને ભગવાન હંમેશા તમારા પર દયાળુ રહે. જન્મ દિવસ ની શુભકામના.”

તેણે આગળ લખ્યું “હું તમારી સૌથી મોટી ફેન છું.” ધનાશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા. લગ્ન ખૂબ જ ખાનગી હતા કારણ કે તે સમયે લોકડાઉન હતું. ધનાશ્રી વર્મા એક કોરિયોગ્રાફર છે અને સોશિયલ મીડિયા પર પણ તેના વીડિયો શેર કરતી રહે છે. તેના લાખો ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

ધનાશ્રી ઘણીવાર ટીમ ઈન્ડિયા અને તેના પતિને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચે છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન પણ તેના પતિ સાથે જાય છે. ચહલ હાલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર છે અને પ્રથમ વનડેમાં પણ તેણે બે વિકેટ ઝડપી હતી. ભારતે આ મેચ 3 રને જીતી લીધી હતી. ચપળ ચંચળ યુઝવેન્દ્ર ચહલ આ વર્ષે ભારત માટે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 16 વિકેટ લીધી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 62 ટી20માં 79 વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં તે ભારતનો સૌથી સફળ બોલર પણ છે.

Niraj Patel