દેવોલીના ભટ્ટાચાર્જીએ કર્યા કોર્ટ મેરેજ? સિંદૂર-મંગળસૂત્રમાં સામે આવી તસવીરો, ચાહકોએ પૂછ્યુ દુલ્હો કોણ છે…
આ દિવસોમાં તે પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. ગઈકાલે રાત્રે દેવોલિના ભટ્ટાચાર્જીએ તેની હલ્દી અને મહેંદી તસવીરો શેર કરી હતી, જે બાદ તેણે આજે તેનો બ્રાઇડલ લુક શેર કર્યો છે. દુલ્હન બનેલી દેવોલિના ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, પરંતુ દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક છે કે શું અભિનેત્રી ખરેખર લગ્ન કરી રહી છે કે પછી આ એક પ્રેંક છે? આવું એટલા માટે કારણ કે ફેબ્રુઆરી 2022ની વાત છે,
જ્યારે ‘સાથ નિભાના સાથિયા’ ફેમ ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જીએ તેની સગાઈના નકલી સમાચાર ફેલાવીને ચાહકોને આઘાતમાં મૂકી દીધા હતા. અભિનેતા વિશાલ સિંહે પ્રપોઝ કરવાથી લઈને હાથમાં વીંટી પહેરાવવા સુધીની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જો કે, બાદમાં કહેવામાં આવ્યું કે આ પ્રમોશનલ ફોટા છે. જેનો એક મ્યુઝિક વીડિયો આવી રહ્યો હતો. દેવોલિનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની ઘણી તસવીરો શેર કરી છે,
જેમાં તે કારમાં બેઠેલી જોઇ શકાય છે અને તેણે હાથમાં ચૂડા સાથે કલીરે, માંગ-ટીકો, બિંદી, કાનની બુટ્ટી પહેરી છે. તેણે તેની મહેંદીનો વીડિયો પણ શેર કર્યો છે. એક્ટ્રેસને આ અવતારમાં જોઈને ફેન્સ પણ તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ગઈકાલે રાત્રે શેર કરવામાં આવેલી હલ્દી અને મહેંદીની તસવીરો જોઈને ચાહકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. તેમને ખાતરી નહોતી થઇ રહી કે અભિનેત્રી ખરેખર લગ્ન કરી રહી છે કે કેમ.
જો કે દેવોલિના કોની દુલ્હન બની છે તેના પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ચાહકો તેમની પ્રિય ગોપી વહુના વર વિશે જાણવા આતુર છે. દેવોલીનાના લગ્નને લઈને લોકોના મનમાં અલગ-અલગ પ્રકારના સવાલો આવી રહ્યા છે. કોઈને લાગે છે કે તે ખરેખર લગ્ન કરી રહી છે, તો કોઈને લાગે છે કે આ પ્રમોશનલ પ્રેંક છે. આ ઉપરાંત ઘણા લોકો માને છે કે તે વિશાલ સિંહ સાથે જ લગ્ન કરી રહી છે.
વિશાલ સિંહ એ છે જેણે સાથ નિભાના સાથિયામાં દેવોલિનાના દિયરની ભૂમિકા ભજવી હતી. એક તસવીરમાં તો દેવોલિના મંગળસૂત્ર અને સિંદૂરમાં પણ જોવા મળી રહી છે. હવે દેવોલિનાએ સાચેમાં લગ્ન કર્યા છે કે આ કોઇ પ્રેંક છે તે તો એ જ કહી શકે છે.