દિયરના વરઘોડામાં ઝૂમી ઉઠી ભાભી, દિયર સાથે એવો શાનદાર ડાન્સ કર્યો કે જોઈને લોકો પણ ખુશ થઇ ગયા, જુઓ વીડિયો

આપણે ત્યાં લગ્નએ ઉત્સવનો પ્રસંગ હોય છે. લગ્નની અંદર ધાર્મિક રીતિ રિવાજોની સાથે સાથે ડાન્સનું પણ એટલું જ મહત્વ હોય છે. વરરાજા જયારે જાન લઈને નીકળે છે ત્યારે પરિવારના સભ્યો સાથે તેના મિત્રો પણ ભરપૂર ડાન્સ કરતા હોય છે. સોશિયલ મીડિયામાં આવા જ ઘણા ડાન્સના વીડિયો પણ વાયરલ થતા જોવા મળે છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ ડાન્સ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. જેમાં ભાભી અને દિયર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. પોતાના દિયરના લગ્નની અંદર દરેક ભાભી ખુબ જ ખુશ જોવા મળે છે. આ લગ્નમાં પણ એવું જ છે. જેમાં ભાભીએ દિયરના લગ્નમાં શાનદાર ડાન્સ કરી અને સૌનું દિલ જીતી લીધું હતું.

વાયરલ  વીડિયોની અંદર જોઈ શકાય છે કે દિયરની જાન નીકળી રહી છે અને ભાભી બોલીવુડના સૌથી લોકપ્રિય ગીત “લો ચલી મેં.. અપને દેવર કી બારાત લે કે…” ગીત ઉપર ધમાકેદાર ડાન્સ કરતી જોવા મળે છે. આ ડાન્સમાં તે તેના દિયરને પણ તેની સાથે નચાવે છે. વરઘોડામાં બીજા પણ ઘણા લોકો જોવા મળી રહ્યા છે પરંતુ ભાભી તેના અંદાજમાં જ મસ્ત છે.

દિયર ભાભીની આ કેમેસ્ટ્રીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે ભાભીને ડાન્સ કરતા જોઈને આસપાસ ઉભેલા લોકોને પણ ડાન્સ કરવાનું મન થઇ જાય છે.

Niraj Patel