ઇન્ટરનેટ પરથી દાઉદનો આઈડિયા લઈને આ રીતે પતિએ રચ્યું પત્ની, સાળી, સાસુ અને સસરાને મારવાનું કાવતરું, જાણીને હચમચી જશો

સમાચાર અને સોશિયલ મીડિયામાં ઘણી એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને આપણું પણ કાળજું કંપી ઉઠે. હાલ એક એવી જ ઘટના દિલ્હીમાંથી સામે આવી છે, જ્યાં એક વેપારીએ પોતાની પત્ની સહીત સાળી, સાસુ અને સસરાને મારવાનું એવું ષડયંત્ર રચ્યું હતું કે પોલીસના પણ હોશ ઉડી ગયા હતા.

ઇરાકના પૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન અને તેની ખાનગી એજન્સીઓ વિશે ઇન્ટરનેટ ઉપર વાંચીને દિલ્હીના આ વ્યક્તિએ આ કાવતરું રચ્યું હતું. સદ્દામ હુસૈન થૈલિયમ નામનો એક ઝેરીલો પદાર્થ પોતાના દુશ્મનો માટે કરતો હતો. આ આઈડિયાનો ઉપયોગ દિલ્હીના એક વેપારી વરુણે તેની પત્ની અને પત્નીના પરિવારને ખતમ કરવા માટે કર્યો, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીધી.

હોમીયોપોથી દવાઓના નિર્માતા દેવેન્દ્ર મોહન શર્માએ પોલીસને જણાવ્યું કે તે ઇન્દ્રપુરીમાં રહે છે અને તેની ફેક્ટરી પણ દિલ્હીમાં છે. થૈલિયમના કારણે તેમની દીકરી પ્રિયંકા શર્મા અને તેમની પત્ની અનિતા શર્માનો મોત થઇ ચુકી છે. તો તેમની મોટી દીકરી દિવ્યા ગંગારામ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહી છે.

દેવેન્દ્રએ જણાવ્યું કે વર્ષ 2009માં દિવ્ય અને વરુણના લગ્ન થયા હતા. તેમનો જમાઈ ગુસ્સાવાળા સ્વભાવનો હતો અને લગ્નના થોડા મહિના પછી જ દિવ્યાની સાથે ખરાબ વ્યવહાર કરવા લાગ્યો. તેમ છતાં પણ તે દિવ્યાનું ઘર વસે તેના માટે સતત પ્રયત્ન કરતા રહ્યા.

દિવ્યાએ આઇવીએફ તકનીક દ્વારા બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જો કે ત્યારબાદ પણ તે પ્રેગ્નેન્ટ થઇ ગઈ. દિવ્યાનો પરિવાર આ બાળકને ઈચ્છતો હતો પરંતુ ડોકટરે કહ્યું હતું કે આનાથી દિવ્યાના જીવન ખતરો છે.

તેમને આગળ પોલીસને જણાવ્યું કે ડોક્ટરનું માનતા દિવ્યાએ એબોર્શન કરાવી લીધું. ત્યારબાદથી જ વરુણ અને તેનો પરિવાર દિવ્યાને ખુબ જ પ્રતાડિત કરવા લાગ્યો હતો. 31 જાન્યુઆરીના રોજ દિવ્યા તેના પેરેન્ટ્સના ઘરે ઇન્દ્રપુરી આવી હતી. વરુણે દિવ્યાને ફોન કર્યો કે તેના આખા પરિવાર માટે મચ્છી બનાવીને લાવી રહ્યો હ્ચે. દિવ્યાના ના કહેવા ઉપર પણ વરુણ મચ્છી લઈને ઘરે પહોંચી ગયો.

શર્માએ આગળ જણાવ્યું કે વરુણે દિવ્યા, મારી પત્ની અને મને પણ બળજબરીથી મચ્છી ખવડાવી. મારી નાની દીકરી પ્રિયંકા ઘરે નહોતી તે જયારે સાંજે ઘરે પરત ફરી ત્યારે તેને મચ્છી ખવડાવી. ત્યારબાદ 1 ફેબ્રુઆરીના રોજ પ્રિયંકાની તબિયત ખરાબ થઇ ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવવા છતાં પણ તેનું 15 ફેબ્રુઆરીના રોજ નિધન થઇ ગયું. આ ઉપરાંત મારી પત્નીની તબિયત પણ સતત બગડતી રહી.

તેમને આગળ જણાવ્યું કે મારી મોટી દીકરીને પણ 15 ફેબ્રુઆરીથી જ વાળ ઉતરવાનું શરૂ થઇ ગયું હતું.  વરુણે બે દિવસ બાદ મારી દીકરીના વાળ પણ કાપી નાખ્યા હતા. તેની હાલત સતત બગડી રહી હતી અને તે ગંગારામ હોસ્પિટલના આઇસીયુમાં જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે. મારી દીકરી દિવ્યા અને પત્નીનું બ્લડ ટેસ્ટમાં થૈલિયમ મળી આવ્યું છે. આ ઉપરાંત મારી પત્નીનું પણ સારવાર દરમિયાન 21 માર્ચના રોજ મોત થઇ ગયું છે.

શર્માએ પણ જણાવ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે વરુણે જ માછીમા થૈલિયમ ભેળવીને મારા આખા પરિવારને આપ્યું હતું. તેને પોતે જ દાઢમાં દુખાવો થયો હોવાનું બહાનું કાઢીને મચ્છી નહોતી ખાધી. આ ઉપરાંત તેના બાળકોને પણ મચ્છી નહોતી આપવામાં આવી. મારા બ્લડ ટેસ્ટમાં પણ થૈલિયમની માત્રા સામે આવી છે.

Niraj Patel