વંદે ભારત ટ્રેને હવે વધુ એક વાર અકસ્માત સર્જ્યો, આ વખતે પણ ગાય આગળ આવતા જ ટ્રેનનું બોનેટ ખુલી ગયું, જુઓ તસવીરો

ગાય સાથે અથડાઈ વંદે ભારત, આગળનો ભાગ ખુલ્યો, એક મહિના પહેલા જ મળી હતી લીલી ઝંડી, જુઓ તસવીરો જલ્દી

vande bharat accident : ગુજરાત સમેત દેશરભરના ઘણા રાજ્યોમાં વંદે ભારત (vande bharat) ટ્રેનની ભેટ સરકાર દ્વારા આપવામાં આવી છે. જેના કારણે મુસાફરોને સમયની બચત થઇ રહી છે આ એક હાઈસ્પીડ ટ્રેન છે. જે દેશની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન (high speed train) છે. ત્યારે જ્યારથી વંદે ભારત ટ્રેન શરૂ થઇ છે ત્યારથી અકસ્માતની પણ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. હાલ વંદે ભારત એક્સપ્રેસ ફરી એકવાર અકસ્માતનો શિકાર બની છે.

દિલ્હીથી ભોપાલ પરત ફરી રહેલી ટ્રેનને ગ્વાલિયરમાં અકસ્માત નડ્યો હતો. ટ્રેનની સામે ગાય આવી જતાં આ અકસ્માત થયો હતો. આ ઘટના સાંજે 6.15 વાગ્યાની આસપાસ બની હતી. ગાયની ટક્કરને કારણે ટ્રેનનું બોનેટ ખુલી ગયું હતું અને આગળના ભાગને નુકસાન થયું હતું. દુર્ઘટના બાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન લગભગ 15 મિનિટ સુધી ગ્વાલિયરના ડાબરા સ્ટેશન પર ઉભી રહી હતી.

આ દરમિયાન ટ્રેનને જોવા આસપાસ લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. રેલવેના ટેકનિકલ સ્ટાફ દ્વારા સ્ટેશન પર જ બોનેટને ઠીક કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ટ્રેન નીકળી શકી હતી. આ પહેલીવાર નથી જ્યારે વંદે ભારત ટ્રેન અકસ્માતનો ભોગ બની હોય. આ પહેલા પણ વંદે ભારત એક્સપ્રેસ ઘણી વખત અકસ્માતનો ભોગ બની ચુકી છે.

1 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલથી મધ્ય પ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન શરૂ થયાને એક મહિનો પણ થયો નથી અને તે અકસ્માતનો ભોગ બની છે. ભોપાલના રાણી કમલાપતિ સ્ટેશનથી નવી દિલ્હી સ્ટેશન સુધી વંદે ભારત એક્સપ્રેસ દ્વારા મુસાફરી કરવામાં 7 કલાક અને 50 મિનિટનો સમય લાગશે.

Niraj Patel