ખુબ જ અનોખા અંદાજમાં રસ્તા ઉપર રહેલા ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યો હતો આ હોમગાર્ડ, વીડિયો વાયરલ થતા જ લોકોના પણ દિલ જીતી લીધા, જુઓ

આપણા દેશમાં તમને ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હશે. ત્યારે આ ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે ઘણા પોલીસકર્મીઓ પણ ફરજ બજાવતા હોય છે. ટ્રાફિકમાં ઉભા રહીને જો આપણને કંટાળો આવી જતો હોય છે તો એ પોલીસકર્મીને કેટલો કંટાળો આવતો હશે તમે તેની કલ્પના કરી શકો છો. ત્યારે ઘણા ટ્રાફિકકર્મીઓ એવા પણ હોય છે જે પોતાના આગવા અંદાજથી લોકોના દિલ જીતતા હોય છે અને તેમના વીડિયો પણ વાયરલ થતા હોય છે. હાલ એવા જ એક હોમગાર્ડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ઉત્તરાખંડ હોમગાર્ડના એક જવાનનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ટ્રાફિક જવાનનું નામ જોગેન્દ્ર કુમાર છે. વીડિયોમાં તે પોતાની આગવી સ્ટાઈલમાં ટ્રાફિક કંટ્રોલ કરતો જોવા મળી રહ્યો છે. તેનો વીડિયો ઈન્ટરનેટ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે દેહરાદૂનની સિટી હાર્ટ હોસ્પિટલ પાસે ફરજ બજાવે છે અને તે ડાન્સ કરતો અને ટ્રાફિક કંટ્રોલ કરતો જોવા મળે છે. DGP અશોક કુમારે પણ આ રીતે ટ્રાફિક કંટ્રોલ પર તેમની પ્રશંસા કરી છે.

હોમગાર્ડ જોગેન્દ્ર કુમાર કહે છે કે હું એક અનોખી શૈલી લઈને આવ્યો છું, તે લોકોને ખુશ કરે છે. તેઓ તેનો આનંદ માણે છે અને તેમના મુકામ સુધી પહોંચે છે. હું આ એટલા માટે કરું છું જેથી લોકો જ્યારે ટ્રાફિક સિગ્નલ પર ઉભા હોય ત્યારે કંટાળો ન આવે. હું મારા કામનો આનંદ માણું છું. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે પણ જોગેન્દ્ર કુમારના વખાણ કર્યા છે.

તેમણે ટ્વિટ કર્યું કે એરિસ્ટોટલે કહ્યું હતું કે ‘નોકરીમાં ખુશ રહેવાથી તમારા કામમાં સંપૂર્ણતા આવે છે. ઉત્તરાખંડના હોમગાર્ડ જવાન જોગેન્દ્રએ દેહરાદૂનમાં ટ્રાફિક ડ્યૂટી કરતી વખતે આ ખૂબ જ સારી રીતે દર્શાવ્યું હતું. તેમની જુસ્સાદાર ભાવનાને સલામ. દેહરાદૂનના રસ્તાઓ પર જામથી લોકો પરેશાન છે. પરિસ્થિતિ એવી રહે છે કે પ્રવાસની સિઝન અને વિકેન્ડમાં પ્રવાસીઓના આગમનને કારણે શહેરમાં ટ્રાફિકનું દબાણ વધી જાય છે.

Niraj Patel