ખબર

કોરોનાના હાહાકાર વચ્ચે હજુ એક ખરાબ સમાચાર, અહીંયા બિલ્ડિંગનો ભાગ ધરાશાયી, 14 લોકો…જાણો વિગત

સમગ્ર વિશ્વમાં એકબાજુ કોવિડનો હાહાકાર મચ્યો છે અને બીજી બાજુ મુંબઈથી ખરાબ સમાચાર આવ્યા છે.દેશની આર્થિક રાજધાની મુંબઈના કાંદીવલીમાં ચૉલ ધરાશાયી થવાની ઘટનાના અહેવાલ આવ્યા છે. મળેલી માહિતી મુજબ, ચૉલના કાટમાળ નીચે 5થી 6 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. હજુ સુધી એ વાતની જાણ નથી કે આ દુર્ઘટના કઈ રીતે થઇ.

સવારે 5 AM ની આસપાસ બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાની જાણકારી મળતા જ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે રેસ્ક્યૂ કરીને 14 લોકોને બચાવી લીધા છે. આ ઘટનામાં બે લોકોને ઈજા થઈ છે.

એનડીઆરએફની ટીમે ઉપરના માળે ફસાયેલા તમામ 12 લોકો તથા ગ્રાઉન્ડ ફ્લોરમાં ફસાયેલા 2 લોકોને સુરક્ષિત બિલ્ડિંગની બહાર કાઢી લીધા હતા અને અત્યાર સુધી ઈજાગ્રસ્ત 2 લોકોને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. રેસ્ક્યૂ ટિમ માંથી 4 ફાયર એન્જિન, એમ્બ્યુલન્સની સાથે એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર હાજર છે.