રસ્તા ઉપર ભરાયેલા ગંદા પાણીના ખાડામાં બેસી ગઈ આ મહિલા ધારાસભ્ય, હાથમાં લોટો લઈને લાગી નાહવા, કારણ જાણીને હેરાન રહી જશો

ચોમાસાની અંદર રોડ રસ્તાની હાલત ખુબ જ ખરાબ થતી હોવા મળે છે. ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે અને લોકો પણ હેરાન પરેશાન થઇ જતા હોય છે તો ઘણા લોકો તેનો વિરોધ પણ અનોખી રીતે કરતા જોવા મળે છે. હાલ એવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલા ધારાસભ્ય જ રોડ વચ્ચે ભરાયેલા ગંદા પાણીના ખાડામાં બેસી અને લોટો લઈને સ્નાન કરવા લાગ્યા હતા.

આ મામલો ઝારખંડના મહાગામા વિધાનસભા મત વિસ્તારનો છે જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય દીપિકા પાંડે સિંહે અચાનક રસ્તા પર જમા થયેલા પાણીમાં ધરણા કરવાનું શરૂ કરી દીધું હતું. લોકોના કહેવા છતાં પણ તે ત્યાંથી ઉભા થવા તૈયાર નહોતા. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે તે પોતાની સરકારને ઘેરવાને બદલે બીજેપી સાંસદ નિશિકાંત દુબે પર ગુસ્સે થઈ ગઈ અને સત્ય કહી દીધું. તેણીએ કહ્યું કે જ્યાં સુધી મારી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી હું પાણીમાં જ સત્યાગ્રહ કરીશ.

કોંગ્રેસના ધારાસભ્ય દીપિકા પાંડે સિંહનું કહેવું છે કે રોડ બનાવવા અને સમારકામનું કામ કેન્દ્ર સરકાર હેઠળ છે પરંતુ નેશનલ હાઈવે-133નું સમારકામ સ્થગિત કરવામાં આવી રહ્યું છે. આ રોડનો કોન્ટ્રાક્ટ મે મહિનામાં આપવામાં આવ્યો હતો પરંતુ આજદિન સુધી તેનું કામ શરૂ થયું નથી. NHAIનું કામ હજુ સુધી કેમ શરૂ નથી થયું? જ્યાં સુધી તેના પર કામ શરૂ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ઉભા નહીં થઈએ.

કોંગ્રેસ ધારાસભ્યએ ગોડ્ડાથી બીજેપી સાંસદ નિશિકાંત દુબેની ઉગ્ર ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે રોડ રિપેર કરવાનું કામ અહીંના સાંસદ નિશિકાંત દુબેએ કરાવવું જોઈતું હતું. પરંતુ તેમની પાસેથી અપેક્ષા રાખવી મૂર્ખતા છે. તેણીએ કહ્યું કે આ મામલો રાજ્ય સરકારનો નથી, તેમ છતાં તે સીએમ હેમંત સોરનને વિનંતી કરે છે કે તેઓ આ બાબતે સંજ્ઞાન લે અને રસ્તાના સમારકામનો માર્ગ શોધે.

Niraj Patel