કેમેરા સામું જોતાં જ આ કેવા ઇશારા કરવા લાગી દીપિકા, સિગરેટ ફૂંકતો દેખાયો શાહરુખ ખાન – જુઓ PHOTOS

આ દિવસોમાં શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ સ્પેનમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં SRK ઉપરાંત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળશે. હાલમાં જ દીપિકા પાદુકોણની શૂટિંગ દરમિયાન ક્લિક થયેલી તસવીરો વાયરલ થઈ હતી. ત્યારે હવે દીપિકા પાદુકોણની કેટલીક વધુ તસવીરો સામે આવી છે જેમાં તે સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે બાલ્કનીમાં ઉભી જોવા મળી રહી છે. આ તસવીરમાં દીપિકા પાદુકોણ મિડલ ફિંગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

પીળા સ્વિમસૂટમાં દીપિકા પાદુકોણની સિઝલિંગ તસવીર વાયરલ થયા બાદ હવે તેની આ લેટેસ્ટ તસવીરો ફેન્સને વધુ ઉત્સાહિત કરી રહી છે. આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર હાલ જોરદાર લાઇક અને શેર કરવામાં આવી રહી છે અને દીપિકા પાદુકોણ બ્લેક લોંગ જેકેટ પહેરેલી જોઈ શકાય છે. શાહરૂખ ખાન પણ બ્લેક જેકેટમાં છે અને તેણે કાળા ચશ્મા પહેર્યા છે. તેણે બ્લુ જીન્સ અને બ્લુ શર્ટ પહેરેલ છે.બંનેનો લુક જોઈને ચાહકો આ ફિલ્મનો ફર્સ્ટ લુક કે ટીઝર જલ્દી રિલીઝ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

આ તસવીરોમાં શાહરૂખ ખાનના હાથમાં સિગારેટ પણ જોઈ શકાય છે. જો કે, આ તસવીરો ખરેખર ફિલ્મના શૂટિંગ દરમિયાન ક્લિક કરવામાં આવી હતી કે પછી મામલો કંઈક બીજો છે, તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો કે આ તસવીરોને કારણે ચાહકોમાં આ ફિલ્મની ચર્ચા ચોક્કસપણે વધી રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ એક મલ્ટિસ્ટારર ફિલ્મ હશે જેમાં જોન અબ્રાહમ જેવા ઘણા સ્ટાર્સ હશે. ફિલ્મનું શૂટિંગ મેગા લેવલ પર કરવામાં આવ્યું છે, ‘ઝીરો’ પછી શાહરૂખ ખાનની આ પહેલી ફિલ્મ હશે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Tashan (@bollywood_tashan)

તમને જણાવી દઈએ કે, કિંગ ખાનની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાઈ ગયા બાદ તેણે બ્રેક લેવાનું નક્કી કર્યું હતું, ત્યારબાદ હવે તે પઠાણ દ્વારા ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહ્યો છે. મેકર્સે થોડા દિવસો પહેલા શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’નું ટીઝર રિલીઝ કરીને ચાહકોને સરપ્રાઇઝ આપ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by KRISHNA KUMAR (@filmybuddyytv)

આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ ફિલ્મની સ્ટારકાસ્ટ સ્પેનમાં શૂટિંગ કરી રહી છે. આવી સ્થિતિમાં, ફિલ્મના સેટ પરથી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર આવી, જેને જોઈને ચાહકો પણ દંગ રહી ગયા. આ પહેલા દીપિકા પાદુકોણની બ્લેક એન્ડ વ્હાઇટ બિકીમાં તસવીરો વાયરલ થઇ હતી. અભિનેત્રીની આ હોટ સ્ટાઈલ તેના ચાહકોને પસંદ આવી રહી છે.આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y C O O K (@filmycook)

થોડાં સમય પહેલાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મિડલ ફિંગર બતાવવી એ અત્યંત અભદ્ર ઇશારો છે અને જે ખાસ કરીને કોઈ વ્યક્તિને અત્યંત ખુન્નસપૂર્વક પોતાનો ગુસ્સો જાહેર કરતી વખતે બતાવવામાં આવે છે. તસવીરો સો.મીડિયામાં વાઇરલ થતાં જ યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી. એક ચાહકે કમેન્ટ કરી હતી, ‘કેમ તે આમ કરે છે?’ અન્ય એકે સવાલ કર્યો હતો, ‘શું થયું? તેણે ના પાડી હોવા છતાં ફોટો ક્લિક કરવામાં આવ્યા?

Shah Jina