આ દૂધ જેવી રૂપાળી કન્યા હવે બનશે ટીમ ઇન્ડિયાની નવી ભાભી, લગ્નનું કાર્ડ થયું વાયરલ, આવતા મહિને જ ફરશે સાત ફેરા

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, સામાન્ય માણસો સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ફિલ્મી દુનિયા અને ક્રિકેટ જગતમાંથી સેલેબ્સના લગ્નમાં બંધાવવાની ખબર આવી રહી છે ત્યારે હાલમાં જ એક ખેલાડીના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર દીપક ચહર આવતા મહિને 1 જૂને તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. જમણા હાથના બોલરે ગયા વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું હતું. દીપકની મંગેતર જયા દિલ્હીની છે અને એક કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે. દીપક ચહર અને જયા ભારદ્વાજના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

દીપક ચહરના પિતા લોકેન્દ્ર સિંહ ચહરે કહ્યું હતું કે દીપક ઘણા સમયથી તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માંગતો હતો. દીપક ચહરે આઈપીએલ 2021ના પ્લેઓફ સ્ટેજ દરમિયાન આવું કરવાની યોજના બનાવી હતી. જો કે, CSKના કેપ્ટન એમએસ ધોનીની સલાહ પર, તેને પંજાબ કિંગ્સ સામે CSKની છેલ્લી લીગ મેચ દરમિયાન પ્રપોઝ કરવાની યોજના બનાવી હતી.

દીપક ચહર ઈજાના કારણે IPL 2022માં તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક પણ મેચ રમી શક્યો ન હતો. આ IPL રિટેન્શન પહેલા CSKએ દીપક ચહરને રિલિઝ કર્યો હતો, પરંતુ ત્યાર બાદ જ્યારે હરાજીનો દિવસ આવ્યો ત્યારે CSKએ દીપક ચહરને ફરીથી ખરીદ્યો અને આ વખતે દીપક ચહર માટે ટીમને 14 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવવી પડી.

આઈપીએલ પહેલા દીપક ચહરને પીઠમાં ઈજા થઈ હતી, જેના પછી તે પહેલા તબક્કામાંથી બહાર થઈ ગયો હતો અને તે પછી તે આખી સિઝન માટે બહાર થઈ ગયો હતો. આના કારણે ટીમના પ્રદર્શન પર પણ થોડી અસર પડી છે. દરમિયાન, તે એનસીએ, બેંગ્લોરમાં રહ્યો. હવે એવું માનવામાં આવે છે કે દીપક ચહર ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે અને ત્યારબાદ તે ફરીથી ભારતીય ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ થશે.

Niraj Patel