દેબીના બનર્જી-ગુરમીત ચૌધરીએ પહેલી વાર દેખાડ્યો દીકરીનો ચેહરો, નાની લિયાના દેખાઈ ખુબ જ ક્યૂટ

ટીવીના રામ-સીતા એટલે કે અભિનેતા ગુરમીત ચૌધરી અને દેબીના બનર્જીએ આ વર્ષે પોતાના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. 9 ફેબ્રુઆરીના રોજ તેઓએ ઇન્સ્ટાગ્રામ પર દેબિનાની  ગર્ભાવસ્થાની જાણકારી આપી હતી અને 3 એપ્રિલના રોજ દેબીનાએ દીકરી લિયાનાને જન્મ આપ્યો હતો. દેબીના હંમેશા પોતાની દીકરીની ઝલક સોશિયલ મીડિયા મારફત દેખાડતી રહે છે પણ તેણે દીકરીનો ચહેરો આજ સુધી જગજાહેર કર્યો ન હતો.

એવામાં લિયાના ત્રણ મહિનાની થઇ ચુકી છે આ ખાસ અવસર પર કપલે દીકરીનો ચહેરો પહેલી વાર લોકોને દેખાડ્યો છે અને એ પણ જણાવ્યું કે તેઓએ પોતની દીકરીનું નામ લિયાના રાખ્યું છે.તસ્વીરમાં બંને પ્રેમથી પોતાની દીકરીને ચૂમતા દેખાઈ રહ્યા છે. એવામાં લિયાનાની ક્યુટનેસ પણ લોકોનું દિલ જીતી રહી છે, કપલે દીકરીની તસ્વીર શેર કરીને સુંદર નોટ પણ લખી છે.

તસવીરમાં ગુરુ-દેબીનાએ દીકરીને હાથથી પકડી છે અને પોતાની આંખો બંધ કરીને તેના માથા પર ચૂમતા દેખાઈ રહ્યા છે. તસવીરો શેર કરીને દેબીનાએ લખ્યું કે,”લિયાનાને ઈન્ટ્રોડ્યુસ કરતા, અમારું દિલ હવે એક છે…અમારું દિલ ભરાઈ આવ્યું છે, એ જાણતા કે અમે આટલા સારા લોકોના સુંદર સમાજનો હિસ્સો છીએ…જેમને અમારી દીકરી માટે દુવાઓ મોકલી અને તેના ચહેરાને જોવાની ઈચ્છા વ્યક્ત કરી”.

નાના એવા સફેદ ડ્રેસ અને માથા પર હેર બેન્ડ લગાવેલી લિયાના ખુબ જ ક્યૂટ લાગી રહી છે. તે કેમેરાની સામે ખુબ આશ્ચર્યથી જોઈ રહી છે. ગુરમીત-દેબીનાના મિત્રો અને પરિવારે લિયાના માટે ખુબ પ્રેમ મોકલ્યો છે. કોઈએ તેની દીકરીને ગૉર્જિયસ જણાવી તો કોઈએ તેને ડોલ અને ક્યૂટ કહી છે. તસવીર પર કરન સિંહ છાબડાએ લખ્યું કે,”તેને ખુબ સારા જનીન મળ્યા છે! ચાચુ તરફથી ખુબ પ્રેમ”.

 

View this post on Instagram

 

A post shared by Debina Bonnerjee (@debinabon)

તસવીર પર અભિનેત્રી રીતુ શિવપુરીએ પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું કે,’તેના માટે પ્રેમ અને આશીર્વાદ, ખુબ જ ગોર્જીયસ છે’. ચાહકોની સાથે સાથે કલાકારો પણ લિયાના પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.

Krishna Patel