ખબર

સલામ છે આ ખેડૂતની દીકરીઓને, પિતા જોડાયા ખેડૂત આંદોલનમાં તો દીકરીઓ ખેતી કરવા ખેતરમાં પહોંચી

હાલમાં આખા દેશની અંદર ખેડૂત આંદોલન ખુબ જ ચર્ચામાં છે. ત્યારે દિલ્હીની અંદર ચાલી રહેલા આ ખેડૂત આંદોલનમાં ગયેલા ખેડૂતોની દીકરીઓ પણ દિકરાથી જરા પણ કમ નથી. ભણવાની ઉંમરમાં દીકરીઓ ઘરના કામની સાથે સાથે હવે ખેતી પણ સાચવી રહી છે.

Image Source

કડકડતી ઠંડીની અંદર જ્યાં એક તરફ ખેડૂતો દિલ્હીની અંદર આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ તેમની ઘણી દીકરીઓ કોદાળી-પાવડા લઈને ખેતરમાં ખેતી કરતી જોવા મળી રહી છે. આ કોઈ તેમનો શોખ નથી પરંતુ હવે મજબૂરી થઇ ગઈ છે.

Image Source

નવા કૃષિ કાયદાના વિરોધમાં આ દીકરીઓના પિતા દિલ્હીની અંદર ખેડૂત આંદોલનમાં જોડાયા છે ત્યારે તેમના ખેતરની અંદર પડતી જરૂરને પૂર્ણ કરવા માટે દીકરીઓએ ખેતી સાચવી લીધી છે. આ જવાબદારીમાં માત્ર દીકરાઓ જ નહિ પરંતુ દીકરીઓ પણ જોડાઈ છે.

Image Source

ફતેહાબાદના ભરપૂર ગામની દીકરીઓ કોદાળી પાવડા લઈને ખેતરમાં કામ કરવા માટે પહોંચી હતી. તે દીકરીઓના પરિવારજનો આંદોલનમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. ખેતરમાં જરૂર પડતા દીકરીઓએ ખેતરની અંદર પાણી આપવા માટે ઢાળીયા પણ બાંધ્યા અને ઘઉંના પાકની અંદર ખાતર પણ નાખ્યું.

Image Source

આ ખેડૂત દીકરીઓનું કહેવું છે કે તેમના પિતા મહેનત કરીને ખેતરમાં અન્ન ઉગાડે છે, જેના કારણે તેમનામાં પણ એટલી તાકાત છે કે તે ખેતી કરી શકે.