મમ્મીથી છુપાઈને એવું કામ કરી રહી હતી દીકરી કે જેવી પડી મમ્મીની નજર કે કરી ધડાધડ લાફાવાળી…જુઓ વીડિયો

જાહેરમાં જ દીકરીને એવું કામ કરતા પકડી લીધી મમ્મીએ કે ઝીંકી દીધા ધડાધડ લાફા.. વીડિયો થયો વાયરલ

આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા લોકો નામના મેળવવા માંગતા હોય છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં લાઈક અને ફોલોઅર્સ મેળવવા તેમજ તેમના વ્યૂઝ વધારવા માટે કોઈપણ હદ સુધી જતા હોય છે. ઘણા લોકો પ્રેન્ક કરતા હોય છે તો ઘણીવાર કેટલીક રિયલ ઘટનાઓ પણ કેમેરામાં કેદ થઇ જાય છે અને પછી તેના વીડિયો વાયરલ થઇ જતા હોય છે.

ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક દીકરીને એવું કામ કરતા મમ્મીએ પકડી લીધી કે પછી દીકરીને ધડાધડ લાફાનો સ્વાદ પણ ચાખવો પડ્યો હતો.  વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ફરવાની જગ્યા પર મા દીકરી સાથે ઉભા છે. મમ્મી પાછળની તરફ કોઈ સાથે ફોન પર વાત કરી રહી છે અને દીકરી ફુવારા પાસે બેઠી છે.

જેના બાદ દીકરી ફુવારાના પાણીમાં પોતાનો મોબાઈલ ધોવા લાગે છે. આ દરમિયાન જ તેની મમ્મીની નજર તેના પર પડે છે અને તેની મમ્મી ફટાક દઈને આવી અને પોતાનો મોબાઈલ બાજુ પર મૂકીને દીકરી જોરદાર તમાચો મારી દે છે. દીકરી કહેવા જાય છે કે મમ્મી કેમેરો ચાલુ છે પરંતુ મમ્મીએ તેનું એક ના સાંભળ્યું અને બીજો લાફો પણ ઝીંકી દીધો.

છોકરીને ખુદને પણ ખબર ન હતી કે મોબાઈલ ફોનને પાણીમાં મુકવાથી આટલો બધો હંગામો થશે. થોડીક સેકન્ડનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો visakha_chaudhary_07 દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સાત લાખ 43 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે, કારણ કે લોકોને માતાએ પોતાની દીકરીને થપ્પડ મારી એ જોવામાં વધારે મજા આવી.

Niraj Patel