એક સમયે બે ટંકની રોટલી ખાવાના પણ પૈસા નહોતા, હવે દીકરી પોલીસ ઓફિસર બનીને પુરા કરી રહી છે સપના

આપણા દેશમાં આજે પણ દીકરીઓને ઘણી જગ્યાએ આગળ વધતી રોકવામાં  આવે છે, આજે પણ ઘણા સમાજ એવા છે જે આજે પણ દીકરીને ભણાવવા નથી માંગતા અને ઉંમર થતા જ લગ્નના બંધને બાંધી અને ઘર સાચવવાની જવાબદારી તેમના માથા  ઉપર નાખી દેતા હોય છે. પરંતુ આવા લોકો માટે એક તમાચા રૂપ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગરીબ પરિવારની દીકરીએ મહેનત કરી પોતાના માતા પિતાના સપના પુરા કરી રહી છે.

નાસિકમાં રહેવા વાળી તેજલ આહેર જેને સાબિત કરી બતાવ્યું દીકરીઓ માતા પિતા ઉપર ભાર રૂપ ક્યારેય નથી હોતી. તેજલ જયારે વર્દી ઉપર મેડલ લઈને પોતાના ઘરે પહોંચી તો માતા પિતાની આંખો ભરાઈ આવી. એક સમય એવો પણ હતો જયારે તેના ઘરમાં ખાવા માટે દાણા પણ નહોતા. પરંતુ તેજલે પોતાની મહેનત અને હિંમતના કારણે માતા પિતાની છાતી ગર્વથી ફુલાવી દીધી.

મહારાષ્ટ્રના નાસિકમાં રહેવા વાળી તેજલના ઘરની હાલત શરૂઆતમાં સારી નહોતી, તેના માતા પિતા કોચિંગનો ખર્ચ પણ ઉઠાવવામાં સક્ષમ નહોતા. પરંતુ તેજલે પોતાના દમ ઉપર મહારાષ્ટ્ર લોક સેવા આયોગની તૈયારી કરી. જેના બાદ તેને મહારાષ્ટ્ર પોલીસ ઉપનિરીક્ષક પદની પરીક્ષા આપી અને જેમાં તેને સારા અંક પ્રાપ્ત થયા.

પરીક્ષા પાસ કર્યા બાદ તેને 15 મહિનાની તાલીમ લીધી. તાલીમ પૂર્ણ ક્યાં બાદ જયારે તે ખાખી વર્દી પહેરી અને પોતાના ગામ નિફાડ પ્રખંડ પરત ફરી ત્યારે તેના માતા પિતાનું માથું ગર્વથી ઊંચું દેખાયું.  તેજલના ઘરની હાલત એટલી ખરાબ હતી કે તેને બે સમયની રોટલી પણ નહોતી મળી રહેતી. તેની માતાનું કહેવું છે કે તેમની દીકરીઓ એક દિવસ જરૂર કોઈ કમાલ કરીને બતાવશે.

જયારે સ્કૂલની અભ્યાસ પૂરો કર્યા બાદ તે નાસિક ગઈ તો તેની પાસે કોચિંગ માટેના પણ પૈસા નહોતા. એવામાં જાતે જ અભ્યાસ કરવા લાગી. હોળી હોય કે દિવાળી તેજલે દરેક તહેવાર ભુલાવીને ફક્ત પોતાના અભ્યાસ ઉપર જ ધ્યાન આપ્યું.

તેનું કહેવું છે કે તે આત્મવિશ્વાસથી ભરેલી છે અને પોતાની સફળતાથી ખુબ જ ખુશ છે. પરંતુ તેની સફર હજુ ખતમ નથી થઇ તેને હજુ આગળ ઉડાન ભરવાની છે.

Niraj Patel