RCBના પૂર્વ કપ્તાને IPLને લઈને કરી મોટી ભવિષ્યવાણી, કહ્યું “આ 4 ટીમો પ્લેઓફમાં પ્રવેશ કરશે !” જાણો એ કઈ 4 ટીમો હશે?

IPL 2022ની આ 15મી સીઝન ખુબ જ રોમાંચક બની ગઈ છે. IPLની દાવેદાર માનવામાં આવનારી ચેન્નાઇ અને મુંબઈની ટીમો જ્યાં પોઇન્ટ ટેબલમાં છેક નીચે પહોંચી ગઈ છે ત્યાં આ વર્ષે જ આઇપીએલના મેદાનમાં ઉતરેલી ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પોઇન્ટ ટેબલમાં ટોપમાં પહોંચી ગઈ છે. તો બીજી તરફ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ પોતાનું ફોર્મ ખોઈ રહ્યા છે ત્યાં યુવા ખેલાડીઓ ધાકડ બેટિંગ અને બોલિંગ કરીને દર્શકોના દિલ જીતી રહ્યા છે.

ત્યારે હવે પ્લેઓફમાં પહોંચવા માટેની જંગ પણ તેજ થઇ ગઈ છે અને દરેક ટિમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા પ્લેઓફમાં પહોંચવા માંગે છે. દર્શકો અને ક્રિકેટર વિશ્લેષકો પણ પોતાના અંદાજ મુજબ કઈ કઈ ટીમો પ્લેઓફમાં પહોંચશે તેનો ક્યાસ લગાવી રહ્યા છે, આ દરમિયાન જ RCBના પૂર્વ કપ્તાન ડેનિયલ વિટોરીનું નવેદન પણ સામે આવ્યું છે.

વિટોરીએ ESPN ક્રીક ઇન્ફોને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આઇપીએલને પ્લેઓફમાં કઈ કઈ 4 ટીમો પહોંચશે તેના વિશેની ભવિષ્યવાણી કરી હતી. તેને જણાવ્યું કે ““મને લાગે છે કે રાજસ્થાન રોયલ્સ, આરસીબી, ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સે અત્યાર સુધી આ પદ માટે સારું પ્રદર્શન કર્યું છે. મને લાગે છે કે આ ટીમોમાં એક સરસ ટીમ કોમ્બિનેશન છે, જે તેમને ત્યાં લઈ જશે.”

IPL 2022માં આ ચાર ટીમોના પ્રદર્શન પર નજર કરીએ તો રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી 8 મેચ રમી છે, જેમાં તે 6 જીત સાથે 12 પોઈન્ટ મેળવી ટેબલમાં પહેલા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સ 7 મેચમાં 6 જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. બીજા નંબર ઉપર હૈદરાબાદની ટીમ છે તેને પણ 7મેચમાંથી 5 મેચ જીતી અને 10 પોઇન્ટ મેળવ્યા છે. તો લખનઉની ટીમ 8 મેચમાં 5 જીત મેળવી 10 પોઇન્ટ સાથે ચોથા નંબર ઉપર છે. તો  RCB 9 મેચમાંથી 5 જીત મેળવી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાન પર છે.

Niraj Patel