ભારતની પહેલી સૌથી બોલ્ડ અને ઇન્ટીમેન્ટ સીનથી ભરપૂર ફિલ્મ ‘ડેન્જરસ: ખતરા’ આ તારીખે થશે રિલીઝ, સેંસર બોર્ડે આપી દીધી લીલી ઝંડી

ભારતમાં પહેલી વાર લેસ્બિયન લવ સ્ટોરી પર બનેલી રામ ગોપાલ વર્માની મોસ્ટ કોન્ટ્રોવર્સીયલ ફિલ્મ ડેન્જરસ: ખતરા 8 એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેના બોલ્ડ સબ્જેક્ટ અને મહિલા સમલૈંગિક પ્રેમ કહાનીને લઈને ફિલ્મ સેંસર બોર્ડથી પાસ થવાની રાહ જોઈ રહી હતી.

જોકે હવે ફિલ્મને ‘A’ સર્ટિફિટેકની સાથે સેંસર બોર્ડે પાસ કરી દીધી છે. રામ ગોપાલ વર્માને ટ્વિટરના માધ્યમથી ફિલ્મના પોસ્ટર પર રિલીઝ ડેટ બતાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. લાંબા સમયથી તેમણે એક ક્રાઇમ ડ્રામાના રિલીઝ થવાની રાહ હતી.

હમણાંજ તેના ઇન્ટરવ્યુમાં રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે અમે ઘણું વધારે ‘ખતરા: ડેન્જરસ’ના સેંસરથી પાસ થવાની ઉમ્મીદ રાખી હતી નહિ. કેમકે આ બે મહિલાઓ વચ્ચેની પ્રેમ કહાની છે પરંતુ ધારા 377ના નિરસ્ત થવા પર સમલૈંગિક સબંધોને વૈદ્ય કરવામાં આવ્યું છે. ડેન્જરસ: ખતરા પહેલી ભારતીય લેસ્બિયન ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ મળવા પર હું ખુબ જ ખુશ છુ. જો આને ‘A’ સર્ટિફિકેટ મળતું નહિ તો હું ખુબ જ નિરાશ થયો હોત.

ફિલ્મની કહાની બે મહિલાઓની વચ્ચે પ્રેમ અને અનેક સમલૈંગિક સબંધો પર આધારિત છે. જે આ પુરુષ પ્રધાન સમાજથી અસંતુષ્ટ થઈને એક બીજા તરફ આકર્ષિત થાય છે. આ ક્રાઇમ થ્રિલર-ડ્રામા ફિલ્મમાં ઘણા બોલ્ડ અને ઇન્ટીમેન્ટ સીન શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં સાઉથ ફિલ્મોની અભિનેત્રી અપ્સરા રાની અને નૈના ગાંગુલી લીડ રોલમાં છે.

રામ ગોપાલ વર્માની ફિલ્મની પહેલા પણ સમલૈંગિક સબંધો વિશેની તમામ ફિલ્મો અને વેબ સિરીઝ બની ચુકી છે. વર્ષ 1986માં આવેલી દીપા મહેતાની ફિલ્મ ‘ફાયર’ આ સબ્જેક્ટ પર આધારિત હતી. શબાના આઝમી અને નંદિતા દાસે તેમના કેરેક્ટરના લીધે ખુબ ચર્ચામાં રહી હતી. તે સમયે એક વર્ગે આ ફિલ્મની આલોચના પણ કરી હતી.

વર્ષ 2004માં ફિલ્મ ‘ગર્લફ્રેંડ’માં પણ લેસ્બિયન સબ્જેક્ટ પર આધારિત હતી. આ ફિલ્મમાં ઈશા કોપીકર અને અમૃતા અરોરા લીડ રોલમાં હતા. આ ફિલ્મને રિલીઝ થયા પહેલા ઘણો હંગામો પણ થયો હતો. આજના દિવસોમાં ઓટીટી પ્લેટફોર્મ પર સમલૈંગિક સબંધો પર આધારિત તમામ ફિલ્મો અને વેબ સિરીઝ આવી છે અને ખુબ પસંદ પણ કરવામાં આવતી હોય છે. હોટસ્ટારની વેબ સિરીઝ ‘સીટી ઓફ ડ્રિમ્સ’માં લેસ્બિયન સબંધોને દેખાડવામાં આવ્યા હતા.

Patel Meet