ગોવા ભૂલી જશો ગુજરાતનો આ બીચ જોઈને, આજકાલ વધુ ડિમાન્ડ છે, વેકેશન પડતા જ વાટ પકડી

Daman as mini Goa : હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેમાં પણ વેકેશનને કારણે અને ગરમીથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્ક, સ્નો પાર્ક કે પછી હિલ સ્ટેશન મજા માણવા જતા રહેતા હોય છે. ત્યારે ગુજરાતીઓનું ફેવરીટ પ્રવાસન સ્થળ દમણ બન્યું છે. ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં લોકો દમણ જતા હોય છે. દમણને મિની ગોવા તરીકે ઓળખવામાં આવે છે અને દમણમાં પ્રવાસીઓની ભીડ ઉમટતા કોરોના કાળના 2 વર્ષ બાદ પ્રવાસને વેગ પણ પકડ્યો હતો.

દમણમાં ઐતિહાસિક કિલ્લા, દેવકા બીચ અને જમપોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી ગયો છે અને આ દરમિયાન ફરવાના શોખીનો એવા ગુજરાતીઓ દમણની વાટ પકડે છે. દમણ તેના કુદરતી નઝારા માટે જાણીતું છે અને ત્યાંનો જે દરિયા કિનારો છે તે ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર છે. ગુજરાતીઓ માટે તો દમણ સ્વર્ગ સમાન છે.

અહીંના કિલ્લા ,જેટી અને દમણ ગંગા નદી કિનારાનો નયનરમ્ય નઝારો અને જામ્પોર અને દેવકા બીચ આહાહા.. દમણ તો દરેક ઉંમરના લોકો માટે ખાસ છે. બીચ પર બાળકો અને યુવાનો હોર્સરાઇન્ડિગ અને કેમલ રાઇડિંગની પણ મજા માણી શકે છે. અહી દરિયા કિનારે અનેક હોટલો આવેલી છે જ્યાં રહેવાનો લાહવો મોટી સંખ્યામાં પ્રવાસીઓ લે છે. દમણમાં દરેક પ્રકારના પ્રવાસીઓના ખીસ્સાને પરવડે તેવા અલગ અલગ પ્રકારના પેકેજ પણ છે.

એક ખાસ વાત જણાવીએ તો દારૂની પણ છૂટ હોવાથી અહીં મોટી સંખ્યામાં શોખીનો દર વર્ષે મુલાકાત લેવા માટે આવે છે. સમર વેકેશન સિવાય થર્ટી ફર્સ્ટ માટે પણ લોકો ઉમટી પડતા હોય છે. અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ વેકેશનની મજા માણવા માટે જાય છે. છેલ્લા પાંતેક વર્ષમાં જે રીતે પ્રદેશના દરિયા કિનારાનો ચોમેરથી વિકાસ થયો છે તેને કારણે દમણના દરિયા કિનારા વિદેશના દરિયાકિનારાને પણ ટક્કર આપે તેવા સુંદર લાગે છે.

Shah Jina