ડાકોરના ઇતિહાસમાં વર્ષો જૂની પરંપરા તૂટી: રણછોડરાયજીના મંદિરમાં સેવકે 7 જેટલી મહિલાઓને નિયમ વિરૂદ્ધ કરાવ્યા દર્શન

ડાકોર મંદિરના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની છે જેમાં એક સેવકે મહિલાઓ સાથે રણછોડજીના મંદિરમાં પ્રવેશ કર્યો અને મહિલાઓને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરાવ્યા. ડાકોરની વર્ષો જૂનાી પરંપરા તૂટી છે. સેવકે મંદિરના નિયમો વિરૂદ્ધ મહિલાઓને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર, ડાકોર મંદિર ટ્રસ્ટે જણાવ્યુ કે, સેવકે બુધવારે સવારે 7 મહિલા સાથે મંદિરમાં પ્રવેશ કર્યો અને તેણે નિયમો વિરૂદ્ધ જઇ ઠાકોરજીના ચરણ સ્પર્શ કરાવ્યા, અને આ મામલે હવે વિવાદ સર્જાયો છે.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સવારે એક સેવકને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ધક્કો મારી મહિલાઓ સાથે નિજ મંદિરમાં પહોંચ્યો અને ઠાકોરજીના ચરણ સ્પર્શ કર્યા અને આ મામલો હવે પોલિસ મથક સુધી પહોંચ્યો છે. મંદિરમાં કલેક્ટરના જાહેરનામા ભંગની ઘટના સામે આવી છે અને આ કૃત્ય અંગે ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર દેશમાં હાલ કોરોનાની મહામારી યથાવત છે અને તેને લઇને મંદિરોમાં પ્રવેશ પણ બંધ છે અને આ બધા વચ્ચે મંદિરમાં આવી ઘટના બની જેને નિયમનો ભંગ કર્યો અને આ સેવકે 7 જેટલી મહિલાઓને પ્રવેશ કરાવી દર્શન પણ કરાવ્યા. આ ઘટનાને લઇને મેનેજરે પોલિસ ફરિયાદ કરી છે અને સેવક પૂજારી પરેશ રમેશચંદ્ર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સેવકે આ મામલે જણાવ્યુ છે કે, તેના પરિવારનો સેવાનો વારો હતો અને તેનો વારો હોય ત્યારે તે તેના પરિવારના સભ્યને દર્શન માટે લઇ જાય છે અને તે જ કારણ તે તેના પરિવારના સભ્યોને મંદિરમાં લઇને ગયો અને આવુ કર્યુ.

Shah Jina