12મું પાસ વ્યક્તિ શાકભાજી વેચીને બન્યો કરોડપતિ, 10 હજાર રૂપિયામાં કર્યું હતું સ્ટાર્ટઅપ, આજે છે 9,000 ગ્રાહકો, જાણો સફળતાની કહાની

ભણી ગણીને શું ઉખાડી લેશો? 12મું પાસ શાકભાજી વેચીને બન્યો કરોડપતિ, જુઓ તસવીરો

કોરોનાએ ઘણા લોકો પાસેથી તેમના સ્નેહી સ્વજનો ઉપરાંત નોકરી અને રોજગાર પણ છીનવી લીધા. પરંતુ ઘણા લોકોએ હાર ના માની અને પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરી દીધો અને આ ધંધા દ્વારા જ તે સારી એવી કમાણી પણ કરવા લાગ્યા, નોકરી કરતા પણ વધારે કમાણી તેમાં થવા લાગી. આવા ઘણા લોકોની પ્રેરણાદાયક કહાનીઓ પણ છેલ્લા થોડા સમયમાં જ સામે આવી છે, ત્યારે આજે પણ તમને એક એવા જ વ્યક્તિની કહાની જણાવીશું. જે શાકભાજી વેચીને કરોડપતિ બની ગયો.

આ કહાની છે મધ્ય પ્રદેશના સાગરમાં રહેવા વાળા 12 ધોરણ પાસ શુભમ બિલથરેની. સાગરમાં આવેલા શાક માર્કેટમાંથી શુભમનો ધંધો ખુબ જ સારી રીતે વિકાસ પામ્યો. શુભમે ભીંડી બજાર નામથી એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને તેના દ્વારા તે આજે સારી એવી કમાણી કરી રહ્યો છે. એક સમયે કોલેજની ફી ના ભરી શકવાના કારણે તેને બીટેક વચ્ચે જ છોડવું પડ્યું હતું. પરંતુ આજે શુભમ ખુબ જ આગળ છે.

શાક માર્કેટમાંથી શુભમ જથ્થાબંધ શાકભાજી ખરીદે છે અને તેમાંથી અડધો ભાગ તે માર્કેટમાં જ રિટેલરોને વેચી દે છે અને બાકી રહેલા શાકભાજીને તે શહેરમાં તેના ચાર અલગ અલગ સ્ટોર પર લઇ આવે છે. જેના બાદ તેની ભીંડી બજાર એપ દ્વારા તે આ શાકભાજીની સ્ટોર પરથી ડિલિવરી કરે છે. હાલમાં તે ઓનલાઇન શાકભાજી વેચીને વાર્ષિક 4 કરોડનું ટર્નઓવર કરે છે, જેમાંથી તેનો નેટ પ્રોફિટ 30% છે. એટલે કે તે લગભગ દોઢ કરોડની આસપાસ કમાણી કરે છે.

શુભમનું કહેવું છે કે અભ્યાસ છોડ્યા બાદ 2013થી લઈને 2020 સુધી મેં 10થી 12 પ્રાઇવેટ નોકરીઓ કરી હતી. હંમેશા એમ જ વિચારતો હતો કે ક્યાં સુધી 10-12 હજાર રૂપિયા મહિનાના પગાર પર નોકરી કરીશ. લોકડાઉનમાં મુંબઈમાં ફસાઈ ગયો હતો. ત્યાં એક નાની નોકરી કરી અને સાથે સાથે વેબ ડિઝાઇનિંગની ટ્રેનિંગ લીધી. કોરોના અને લોકડાઉનના કારણે લોકો ઘરમાં કેદ હતા અને ઓનલાઇન હોમ ડિલિવરીની ડિમાન્ડ વધી ગઈ. શાકભાજી પણ લોકો ઓનલાઇન ખરીદવા લાગ્યા. પરંતુ આ સુવિધા ફક્ત મોટા શહેરોમાં જ હતી.

જયારે બીજા લોકડાઉનમાં મુંબઈથી સાગર પરત ફર્યો ત્યારે પોતાના જ શહેરમાં શાકભાજીની ઓનલાઇન હોમ ડિલિવરી કરવાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો સ્કોપ દેખાયો. ત્યારે ઘરના લોકોને મારા પર હસવુ આવતું હતું કારણ કે તેમને લાગતુ હતું કે હું લારી પર શાકભાજી વેચીશ. જેના બાદ વર્ષ 2021માં શુભમે ભીંડી બજાર એપ લોન્ચ કરી, 10 હજાર રૂપિયાનો ખર્ચ કરીને શરૂ કરેલો આ બિઝનેસ આજે 9 હજાર ગ્રાહકો સુધી પહોંચી ગયો.

Niraj Patel