સચિન તેંદુલકરથી લઇને હાર્દિક પંડ્યા સુધી, આ ક્રિકેટરોના ઘર છે આલીશાન, તસવીરો જોઇ લાગશે 5 સ્ટાર હોટલ

જો પોપ્યુલારિટીની વાત આવે તો ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી બોલિવુડ સ્ટાર્સથી કંઇ કમ નથી. ક્રિકેટ ખેલાડી મોટી રકમ કમાય છે. જેને કારણે તેમના ઘર અને બંગલા પણ ઘણા શાનદાર હોય છે. તો ચાલો નજર કરીએ ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓના ઘર પર…

1.સચિન તેંદુલકર : ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે તેમના કરિયરમાં કેટલાક મોટા મુકામ હાંસિલ કર્યા છે. તેમણે ઘણી દોલત અને શોહરત કમાઇ છે. ભારતના સૌથી અમીર ક્રિકેટરોમાં તેમનું નામ આવે છે. એવામાં જો તેમના ઘરની વાત આવે તો તમે અંદાજો લગાવી શકો છો કે તે કેટલુ આલીશાન હશે.

સચિન તેંદુલકરનું ઘર બ્રાંદ્રા વેસ્ટમાં પેરી ક્રોસ રોડ પર સ્થિત છે. સચિન આ બંગલામાં તેમના પૂરા પરિવાર સાથ રહે છે. આ ઘર તેમણ વર્ષ 2007માં 39 કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતુ.

સચિન તેંદુલકરું ઘર 6000 સ્કેવર ફૂટમાં બનેલુ છે. હવે આ પૂરા ઘરની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. ઘરમાં ઘણા ફલોર્સ સાથે બે બેસમેંટ છે અને શાનદાર ગાર્ડન પણ છે.

તેમના ઘરનો એક મોટો ભાગ મંદિર અને ભગવાનને સમર્પિત છે. તેમના ઘરનું મંદિર ઘણુ જ શાનદાર છે.સચિનના ઘરમાં ઇન્ટીરિયરથી લઇને ફર્નિચર સુધી બધી જ વસ્તુ ખાસ છે.

2.વિરાટ કોહલી : વિરાટ કહલી અને તેમની પત્ની તેમજ બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માનું ઘર મુંબઇના વર્લીમાં છે. તેમના એપાર્ટમેન્ટનું નામ ‘Omkar 1973’ છે. લગ્ન બાદ વર્ષ 2017માં સ્ટાર્સ આ ઘરમાં શિફટ થયા હતા.

વિરાટ કોહલીને કિંગ કહેવામાં આવે છે અને કિંગ સાઇઝ તેમના ઘરની પણ છે. જેમાં 4 બેડરૂમ ઉપરાંત એક મોટો હોલ છે. તેમની ઘરની કિંમત 34 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે.

તેમના ઘરની આલીશાન બાલકની ઘણી જ શાનદાર છે અને તેઓ કેટલાક અવસર પર અહીં તસવીરો પણ ક્લિક કરાવે છે. તેમનું ઘર એપાર્ટમેન્ટના 35માં ફ્લોર પર છે. તેમના ઘરમાં વુડનની ફ્લોરિંગ છે અને સાથે જ વુડન ફર્નીચર પણ છે.

3.હાર્દિક પંડ્યા : હાર્દિક પંડ્યા તેમની રમતની સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. તેમણે રમતમાં ઘણુ નામ કમાવ્યુ છે. તેમની દોલતનો પણ આ વાતથી અંદાજ લગાવી શકાય.

તમને જણાવી દઇએ કે, ગુજરાતના વડોદરામાં હાર્દિક અને ક્રુણાલ પંડ્યાનું 6000 સ્કેવર ફૂટનું પેંટ હાઉસ છે. તેમના આ એપાર્ટમેન્ટમાં ઘણી સુવિધાઓ છે. આ પેંટહાઉસમાં ઇનડોર જીમની સુવિધા, ભવ્ય અતિથિ અને ડાઇનિંગ રૂમની જગ્યા, સુવ્યવસ્થિત ટેરેસ ગાર્ડન વગેરે સામેલ છે.

પંડ્યા બંધુ ઘણીવાર તેમના શાનદાર ઘરની તસવીરો શેર કરે છે. એક રીપોર્ટ અનુસાર તેમણે ઘરમાં અલ્ટ્રા-મોર્ડમ લિવિંગ રૂમ બનાવ્યો છે, જયાં તેઓ સમય વીતાવે છે. પંડ્યા બ્રધર્સને ફિલ્મનો ઘણો શોખ છે, આ કારણ છે કે, તેમના ઘરમાં પ્રાઇવેટ થિયેટર છે. તેમના ઘરની અંદાજિત કિંમત 3.6 કરોડ રૂપિયા છે.

4. સુરેશ રૈના : સુરેશ રૈનાનો આલીશાન બંગલો ઉત્તરપ્રદેશના ગાજિયાબાદના પોશ વિસ્તાર રાજનગરમાં સ્થિત છે. રૈનાના આ ઉપરાંત દિલ્લી અને લખનઉમાં પણ ઘર છે. સુરેશ રૈનાના આ ઘરની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા છે. જે દેખવામાં ઘણુ લગ્ઝરી છે.

રૈના તેમના માતા-પિતા, પત્ની પ્રિયંકા અને બાળકો ગ્રાસિયા તથા વિરોય સાથે રહે છે. આ ઘરમાં બધી જ સુખ સુવિધાઓ છે. મોટો લિવિંગ રૂમ, મોટા રૂમો, મોટુ કિચન વગેરે. સુરેશ રૈનાના ઘરની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

5.યુવરાજ સિંહ : ટીમ ઇંડિયાના પૂર્વ ખબ્બુ બલ્લેબાજ અને ભારતને બે-બે વર્લ્ડ કપ અપાવનાર યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઇ ચૂક્યા છે. તે બાદ પણ તેઓ ઘણા ચર્ચામાં રહે છે. યુવી આ સમયે તેમના આલીશાન ઘરને લઇને ચર્ચામાં છે.

એક મેગેઝીનમાં છપાયેલી ખબર અનુસાર, યુવી મુંબઇ વર્લી સ્થિત જે એપાર્ટમેન્ટમાં રહે છે તેની કિંમત લગભગ 64 કરોડ રૂપિયા છે. યુવરાજે તેને વર્ષ 2013માં ખરીદ્યુ હતુ. વિરાટ કોહલી આ એપાર્ટમેન્ટમાં 35માં ફ્લોર પર રહે છે અને યુવી 29માં ફ્લોર પર.

યુવીના એપાર્ટમેન્ટમાં શાનદાર લિવિંગ રૂમ છે. મોનોક્રોમ કિચન અને સુંદર રૂમો છે. એવું જણાવવામાં આવે છે કે, યુવીના એપાર્ટમેન્ટથી અરબ સાગરનું શાનદાર દ્રશ્ય જોવા મળે છે.

6.રવીન્દ્ર જાડેજા : ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંના એક છે. રવીન્દ્ર જાડેજા ગુજરાતના જામનગરથી છે. તે તેમના ગૃહનગરના સૌથી પ્રસિદ્ધ વ્યક્તિમાંના એક છે. જામનગરમાં જાડેજાનો બંગલો કોઇ શાહી મહેલથી કમ નથી.

રવીન્દ્ર જાડેજા ક્રિકેટના મેદાન પર તેમના કારનામો માટે નહિ પરંતુ જામનગરમાં તેમના 4 માળના બંગલાને કારણે પણ ચર્ચામાં રહે છે. તેમનો બંગલો કોઇ શાહી મહેલ જેવો છે. જેમાં વિશાળ દરવાજા છે અને ઘરની અંદરની સજાવટ જોવાલાયક છે.

તેમના લિવિંગ રૂમમાં આલીશાન સોફો છે. રવીન્દ્ર જાડેજા ઘણીવાર તેમના ઘરની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરે છે. તેમના બંગલામાં એક મોટો ડાઇનિંગ એરિયા છે. જે શાહી અહેસાસ અપાવે છે. તેમની પાસે એક ફાર્મહાઉસ પણ છે. તેમની આ ઘરની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે.

Shah Jina