બ્રેકીંગ ન્યુઝ: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરનું થયું નિધન

ઓસ્ટ્રેલિયાના સૌથી ફેમસ ક્રિકેટર શેન વોર્નનું આજે 52 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવતા અચાનક જ અવસાન થયું છે. વોર્નના મેનેજમેન્ટે બાજુથી એક નિવેદન આપવામાં આવ્યું છે. શેન તેના વિલામાં નિંદ્રાધિન અવસ્થામાં જોવા મળ્યા હતા અને મેડિકલ સ્ટાફ દ્વારા તમામ પ્રયત્ન વચ્ચે પણ તેમને પુનઃજીવિત કરી શકાયા ન હતા.પરિવારના સભ્યોએ અત્યારના સમયે ગોપનિયતાને ધ્યાનમાં રાખવા વિનંતી કરી છે અને આ અંગે ટૂંક સમયમાં માહિતી પૂરી પાડવાની ખાતરી આપી છે.

ઓસ્ટ્રેલિયા સર્વકાલીન મહાન લેગ-સ્પિનર ​​શેન વોર્નનું હમણાં જ 52 વર્ષની વયે અવસાન થયું છે.વોર્નના મેનેજમેન્ટે શનિવાર (AEDT) ની વહેલી સવારે એક સંક્ષિપ્ત નિવેદન બહાર પાડ્યું, કે તે કોહ સમુઇ, થાઇલેન્ડમાં શંકાસ્પદ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ન ઓસ્ટ્રેલિયા માટે 300થી વધુ ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો.

તેમને દુનિયાનો સૌથી મહાન લેગ સ્પિનર ​​કહેવામાં આવતો. તેની બોલિંગ સામે અનુભવી અને ભલભલા બેટ્સમેન પણ રમવામાં થાપ ખાઈ જતા હતા. જોકે, એ અલગ વાત છે કે સચિન તેંડુલકરની સામે તે બહુ પ્રભાવી સાબિત થયો નહોતો. ટેસ્ટ ક્રિકેટમાં તેની 708 વિકેટ છે. આ સાથે જ તેણે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 293 વિકેટ ઝડપી છે. આ સિવાય તે આઈપીએલ સિઝન વનનું ટાઈટલ જીતનાર રાજસ્થાન રોયલ્સની ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.

ઓસ્ટ્રેલીયાના પૂર્વ દિગ્ગ્જ ક્રિકેટર શેન વોર્નનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમની ઉંમર 52 વર્ષની હતી. શેન વોર્નના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છવાયો છે. શેન વોર્નના મૃત્યુના સમાચારથી ક્રિકેટ ચાહકોને હેરાન કરી દીધા છે. આ ક્રિકેટર થાઈલેન્ડમાં હતા ત્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર બાદ તેમનું નિધન થયું હતું.

આજે મૃત્યુ પામેલા દિગ્ગજ ક્રિકેટર શેન વોન (Shane Warne) ની ગણતરી ક્રિકેટના મહાન ખેલાડીઓમાં થાય છે. તેના નામે ઘણા રેકોર્ડસ છે. આ સાથે બીભત્સ સ્કેન્ડલમાં પણ તેનો રેકોર્ડ રહ્યો હોવાનું કહેવાય છે. તેને ઘણી સ્ત્રીઓ સાથે આડા સબંધ રહી ચૂક્યા છે.

જેમાં બ્રિટનની નર્સ, મેલબોર્નની સ્ટ્રીપર, તેની GF એલિઝાબેથ હરલી સહિતની ઘણી મહિલાઓ શામેલ હોવાનું કહેવાય છે. તેણે ઘણી વાર સંબંધો જાહેરમાં બાંધ્યા છે. જોકે, આ બધામાં સૌથી ચોંકાવનારો ખુલાસો 2006માં કાઉન્ટી ચેમ્પિયનશીપની રમત અગાઉ થયો હતો. જ્યાં તેણે કેટલીક મોડેલો સાથે મજા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેણે પોતાના પુસ્તક ‘નો સ્પિન’માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

બેડ બોયની ઇમેજ ધરાવતો પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન ઘણી વાર ચર્ચામાં રહેલો છે. તેને લંડનમાં એક યુવતી સાથે સ્પોટ કરવામાં આવ્યો હતો. ક્રિકેટ કેરિયર સમયે રિલેશનશિપને લઇને ચર્ચામાં રહેનારા વોર્ન રિટાયરમેન્ટ બાદ પણ આ કારણે વધુ ચર્ચામાં રહે છે.

– શેન વોર્ન અને મિસ્ટ્રી ગર્લને સેન્ટ્રલ લંડનમાં એક સાથે કઈંક જોવામાં આવ્યા હતા. બન્ને ઘણા ક્લોઝ હતા અને એક બીજાની કંપની એન્જોય કરી રહ્યાં હતા. જગજાહેર ક્રિકેટર અહી કિસ કરતો જોવામાં આવ્યો હતો, તેની મિસ્ટ્રી ગર્લ સાથેની કેટલીક તસવીરો સામે આવી છે.

શેન વોર્નના અફેરની લાંબી છે લિસ્ટ: 14 વર્ષ નાની એમિલી સ્કોટ, 18 વર્ષ નાની લિજ હર્લે, 2000માં બ્રિટિશ નર્સ ડોના રાઇટે વોર્ન પર ગંદા ગંદા મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યો હતો. 2006માં એમટીવી પ્રેઝન્ટર કૌરેલી ઇચોલ્ટઝ અને એમ્મા સાથે તેની કપરા વગરના ફોટો સામે આવી હતી.1995માં સિમો સાથે મેરેજ કરી લીધા પછી 2005માં છુટાછેડા થયા. સિમોનથી તેને ત્રણ બાળકો (એક પુત્ર, બે પુત્રી) છે.

તમને જણાવી દઈએ કે આ ક્રિકેટટરનો જન્મ 13 સપ્ટેમ્બર 1969ના રોજ ઓસ્ટ્રેલીયામાં થયો હતો. તેની ગણતરીની બોલિંગ અને દિગ્ગજ ક્રિકેટરોમાં થાય છે. શેન વોર્નની સ્પિન બોલીંગમાં સારી પકડ હતી. તેઓ બેથી ત્રણ પ્રકારની ગુગલી બોલીંગ કરી શકતા હતા. ક્રિકેટરે ભુલાઈ ગયેલી લેગ સ્પિનની કળા પરત લાવી હતી. વર્ષ 2006માં શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યા હતા. વર્ષ 1993ની એશીસ સીરીઝમાં ઈંગ્લેન્ડ સામે વોર્ને 6 ટેસ્ટ મેચમાં 34 વિકેટ ઝડપી હતી.

YC