નારિયેળ ફોડવા માટે આ ભાઈએ અપનાવ્યો એવો જુગાડ કે વીડિયો જોઈને લોકોએ પણ માથું પકડી લીધું, જોઈને તમારા પણ હોશ ઉડી જશે, જુઓ

લિફ્ટની અંદર એવો અલગ જુગાડ કરીને આ ભાઈએ ફોડ્યું નારિયેળ કે જોઈને લોકોની પણ આંખો ચાર થઇ ગઈ, જુઓ વીડિયો

આજના સમયમાં લોકો કોઈપણ સમસ્યા માંથી નિજાત મેળવવા માટે દેશી જુગાડનો ઉપયોગ કરતા હોય છે અને ઘણા જુગાડ એવા પણ હોય છે જે સામાન્ય માણસને પણ ખુબ જ કામ લાગતા હોય છે, આવા ઘણા જુગાડુ વીડિયો તમે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા હશે, ત્યારે હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તો તમે માથું પકડી લેશો.

આપણે બધા કોઈને કોઈ ધાર્મિક કાર્યમાં નારિયેળ અચૂક ફોડતા હોઈએ છીએ. ત્યારે નારિયેળ એવું કઠણ હોય છે કે તેને ફોડવા માટે તાકાત પણ લગાવવી પડે છે, પરંતુ એક ભાઈએ તો નારિયેળ ફોડવા માટે એવો જુગાડ કર્યો કે તેને જોઈને તમને પણ હસવું આવી જશે અને એટલે જ આ જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગયો.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ભાઈએ લિફ્ટ ખુલતા જ એક પ્લાસ્ટિકના ઝભલામાં નારિયેળ બાંધીને દરવાજા આગળ મૂકી દીધું છે. દરવાજો બંધ થતા જ નારિયેળનો ભાગ દરવાજાની બહાર રહે છે અને પ્લાસ્ટિકની કોથળીનો થોડો ભાગ લિફ્ટની અંદર. જેના બાદ લિફ્ટ ઉપર જાય છે અને પછી ઉપર જતા જ ધડામ દઈને નારિયેળ નીચે પડતા ફૂટી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Siddharth Gujar ™️ (@sidfrompune)

હવે આ વીડિયોમાં આ ભાઈનો જુગાડ જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે અને વિડીયો પર પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે, કોઈને આ જુગાડ ખુબ જ પસંદ આવી રહ્યો છે તો કોઈ આવું ના કરવા પણ જણાવી રહ્યું છે અને કહે છે કે આ ખુબ જ જોખમ કારક પણ છે.

Niraj Patel