રાતના અંધારામાં રસ્તાની બાજુ પર ઉભેલી ગાય શાંતિથી ચરી રહી હતી ત્યારે જ પાછળ ઉભેલો દીપડો તેનો શિકાર કરવાનો હતો.. પરંતુ થયું એવું કે… જુઓ વીડિયો

“મારવા વાળા કરતા બચાવવા વાળો મોટો હોય છે !” આ વ્યક્તિએ વાપરી એવી ચાલાકી કે આંખો સામે રહેલા શિકારને દીપડો ઝપટી ના શક્યો.. વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયામાં જંગલી પ્રાણીઓના શિકારના ઘણા બધા વીડિયો તમે વાયરલ થતા હોય હશે, જેમાં જંગલના ખુંખાર પ્રાણીઓ અન્ય પ્રાણીઓ પર લાગ લગાવીને બેસે છે અને આંખના પલકારે જ તેમનો શિકાર દબોચી લેતા હોય છે. પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકોને પણ તેમની આંખો પર વિશ્વાસ કરવો ભારે પડી ગયો છે.

આ વીડિયો એક યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં જોવા મળે છે કે રાતનો સમય છે અને અંધારું થઇ ચૂક્યું છે. રસ્તાની બાજુમાં એક ગાય ચરતી હતી. આશ્ચર્યની વાત એ છે કે ત્યાં પાછળ એક દીપડો ગુપ્ત રીતે પહોંચી ગયો. દીપડો પહોંચ્યા પછી પણ ગાયે તેને જોયો ન હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સામેથી એક તેજસ્વી પ્રકાશ પણ બંને પર પડી રહ્યો છે.

હવે આ લાઈટ કોઈ વાહનની અથવા કોઈ અન્ય વસ્તુની હોઈ શકે છે. દીપડો ધીમે ધીમે ગાય તરફ પણ જાય છે, ગાય પણ તેને જોઈને ક્ષણવાર માટે સાવચેત બની જાય છે. ગાયને પણ લાગે છે કે હવે તેનો શિકાર થઇ જ જવાનો છે, પરંતુ લોકોના આશ્ચર્ય વચ્ચે દીપડો શાંતિથી ગાયની આગળથી નીકળીને જંગલ તરફ ચાલ્યો જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Vikrant Smaik (@vikrantsmaik)

સોશિયલ મીડિયામાં હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ પસંદ આવી રહ્યો છે. તો ઘણા લોકો આ વીડિયોને જોઈને ગાયનો જીવ બચાવનારા એ લાઈટ પાડનારા વ્યક્તિની પણ પ્રસંશા કરી રહ્યા છે અને કહેતા જોવા મળે છે કે તેમના કારણે જ ગાયનો જીવ બચ્યો છે.

Niraj Patel