વાંસળીની ધૂન વાગતા જ દોડી આવે છે ગાય સાંભળવા માટે, શ્વાન પણ બેસીને લે છે સંગીતનો આનંદ, વીડિયો તમારું પણ દિલ જીતી લેશે, જુઓ

ખુરશી પર બેસીને આ વ્યક્તિ વગાડી રહ્યો હતો વાંસળી, એક ગાય અને શ્વાન શાંત ચિત્તે સાંભળવામાં થયા મશગુલ, વાયરલ થયો વીડિયો

આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિશે તો જાણીએ જ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની વાંસળીના સુરથી ગોપીઓ સાથે ગાયોને પણ ઘેલી કરતા અને તે જયારે વાંસળી વગાડે ત્યારે ગાયો પણ જ્યાં હોય ત્યાંથી દોડી આવી, વાંસળીના સૂરમાં ખોવાઈ જતી હતી. ત્યારે હાલ એવા જ એક વાંસળી વાદકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાના વાંસળીના સંગીતથી ગાય અને શ્વાનને એકચિત્ત કરી દેતો જોવા મળે છે.

સંગીત બધાને ગમતું હોય છે, તે મનુષ્ય હોય કે પછી પ્રાણી. ત્યારે સંગીતનો આનંદ લેતા ગાય અને શ્વાનનો વીડિયો પણ હાલ સૌના દિલ જીતી રહ્યો છે. લોકો સંગીત સાંભળીને મનને શાંત રાખવાનો પ્રયાસ કરે છે. કેટલાક એવા હોય છે જે મન અને શરીર બંનેને શાંત કરવા માટે સંગીતનો સહારો લે છે. ઘણા અભ્યાસોએ બતાવ્યું છે કે સંગીતની શક્તિ માત્ર મનુષ્યોને લાગુ પડતી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સંગીતની સકારાત્મક અસર પ્રાણીઓ પર પણ જોઈ શકાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ ખુરશી પર બેઠો છે અને વાંસળી પર સુખદ સંગીત વગાડે છે જ્યારે વીડિયોમાં તેની બાજુમાં એક ગાય પણ હાજર છે. આટલું જ નહીં ગાય સાથે અન્ય એક શ્વાન પણ બેઠો છે. કુલ 46 સેકન્ડના વીડિયોમાં બે પ્રાણીઓને વાંસળીનું સંગીત સાંભળતા જોઈ શકાય છે અને સંગીતના કારણે બંને પ્રાણીઓ ખૂબ જ શાંત રીતે જોવા મળે છે. આટલું જ નહીં, એવું લાગે છે કે બંને માત્ર સંગીત સાંભળવા આવ્યા છે.

આ વીડિયો ખૂબ જ ચોંકાવનારો છે, કારણ કે સામાન્ય રીતે આવું જોવા મળતું નથી. પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) દ્વારા તેના ટ્વિટર એકાઉન્ટ પર કેપ્શન સાથે આ વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લખ્યું છે, ‘#AnimalRahat Sanctuary ખાતે આ શાંત પળનો આનંદ માણવા માટે એક મિનિટ કાઢો. દરેક વ્યક્તિને આવું અનુભવવાનો અધિકાર છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel