સાવજની ધરતી ગીરનો ખરો સાવજ ! પોતાની વાછરડીને સિંહણે પોતાના જડબામાં દબોચી લીધી, કોઈપણ હથિયાર વગર સિંહણને ઉભી પુછડીએ ભગાડી ! જુઓ વીડીયો
Cow Attacked By Lioness At Gir : ગીર સોમનાથની ધરતી સાવજની ધરતી તરીકે ઓળખવામાં આવે છે. આખા દેશમાં ખાલી ગીરનું જંગલ એવું છે જ્યાં સિંહો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે અને ખુલ્લેઆમ ફરતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ ઘણીવાર શિકારની શોધમાં જંગલમાંથી બહાર આવેલા સિંહોને તમે જોયા હશે. તો ઘણીવાર સિંહ ટોળામાં પણ વિહરતા જોવા મળે છે.
ગીર સોમનાથના જંગલની આસપાસ રહેતા લોકો સિંહથી પોતાના પ્રાણીઓને પણ સાચવતા હોય છે. ઘણીવાર સિંહ ગાય, ભેંસ જેવા પ્રાણીઓ પર હુમલો કરે છે અને તેમનું મારણ કરીને લઇ જતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં એક સિંહ રસ્તા વચ્ચે જ એક વાછરડીને પોતાના જડબામાં દબોચીને ઉભેલો જોઈ શકાય છે.
આ વાયરલ વીડિયો એક ગાડીમાંથી શૂટ કરવામાં આવ્યો છે. જેમાં સિંહણ એક વાછરડીને પોતાના જડબામાં દબાવીને રસ્તા વચ્ચે ઉભો છે. આ દરમિયાન થોડે દૂર એક ખેડૂત પણ ઉભો છે અને પોતાની વાછરડીને સિંહણના જડબામાં ફસાયેલી જોઈને આકુળ વ્યાકુળ થઇ જાય છે. ખેડૂત પાસે ના કોઈ લાકડી છે કે ના કોઈ એવું હથિયાર જેના કારણે તે સિંહણનો સામનો કરી શકે.
પરંતુ છતાં ખેડૂત હિંમત કરી ને બાજુમાં પડેલો નાનો પથ્થર લઈને સિંહણનો સામનો કરવા આગળ વધે છે અને આ જોઈને સિંહણ પણ ત્યાંથી ઉભી પુછડીએ જંગલ તરફ ભાગી જાય છે. આ રીતે ખેડૂત પોતાની વાછરડીના પ્રાણ પણ પોતાના જીવન જોખમે બચાવતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વીડિયોને હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને ખેડૂતની બહાદુરીની પણ પ્રસંશા કરી રહ્યા છે. આ ઘટના ગીર સોમનાથના આલિદર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
View this post on Instagram