ખબર

અરે બાપ રે, ભારતે તો ઈટાલીને પણ પાછળ છોડ્યું, આ કારણે લીધે ચિંતા થઇ બધાને..

કોરોના વાયરસ સંક્રમણ અને સંકટના મામલે ભારતની પરિસ્થિતિ વધુને વધુ નાજુક બની રહી છે. શુક્રવારે, આ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની સૂચિમાં (ટોપ -10) ભારતે ઇટાલીને પાછળ છોડી દીધું હતું. શુક્રવારે, ભારતમાં કુલ કોરોના વાયરસ સંક્રમણના કેસ 2 લાખ 35 હજાર સુધી પહોંચ્યા. એટલે કે ભારત હવે કોરોના વાયરસના સંક્રમણના મામલામાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે અને ઇટલી સાતમા નંબર પર આવી ગયું છે.

જો આપણે વિશ્વભરમાં કોરોના કેસના આંકડા વિશે વાત કરીએ, તો અત્યાર સુધીમાં કુલ 6,852,838 કેસ નોંધાયા છે. જયારે સાજા થનારા લોકોની સંખ્યા 3,352,331 છે. જ્યારે કોરોનાથી મૃત્યુઆંક 398,286 પર પહોંચી ગયો છે.

Image Source

કોરોના ટ્રેકરના આંકડાઓ અનુસાર, કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશની વાત કરીએ તો અમેરિકા 1,965,912 કેસની સાથે પહેલા નંબરે છે, એ પછી બીજા નંબરે 646,006 કેસની સાથે બ્રાઝીલ આવે છે. ત્રીજા નંબરે રશિયા આવે છે જ્યાં 449,834 કેસ છે, સ્પેન 288,058 કેસ સાથે ચોથા નંબરે અને પાંચમા નંબરે બ્રિટન આવે છે જ્યાં 283,311 કેસ છે, અને છઠ્ઠા નંબરે ભારત છે જ્યાં 236,954 કેસ સામે આવી ચુક્યા છે.

ભારતમાં સતત ત્રણ દિવસથી કેસોમાં વધારો થઇ રહ્યો છે. સાથે જ 114,073 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. જયારે 6,649 લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં 7,450 થી વધુ નવા કેસ આવ્યા છે.

Image Source

ગયા અઠવાડિયે જ ભારતે કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાના મામલે ચીનને પાછળ છોડીને નવમું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. પહેલી મે બાદ જે રાજ્યોમાં 1000 થી વધુ સંક્રમણના કેસ હતા ત્યાં આ સંખ્યા ચાર ગણી કે એનાથી વધી ગઈ છે. ઘણા રાજ્યોમાં તો સંક્રમણ દસ ગણું વધુ ગયું છે.

ભારતમાં ઓછામાં ઓછા 19 રાજ્યો એવા છે જ્યાં કોરોના સંક્રમણ હજારની સંખ્યાને પાર કરી ચૂક્યું છે. ગુજરાત અને દિલ્હીમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ પરિસ્થિતિ કાબુમાં નથી આવી. ભલે હાલ કોરોના સંક્રમણમાં મહારાષ્ટ્ર સૌથી ઉપર હોય પણ કોરોના સંક્રમણથી મોતના મામલે ગુજરાત સૌથી ઉપર છે, એ પછી દિલ્હી બીજા નંબરે અને ત્રિજા નંબરે તામિલનાડુ છે.

Image Source

જણાવી દઈએ કે દેશમાં ઘણા વિસ્તારોમાં લોકડાઉન ખુલવાની સાથે જ કોવિડ-19 સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે અને છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 61,000 જેટલા કેસોમાં વધારો થયો છે, જે પછી તબીબી નિષ્ણાતોનું માનવું છે કે જો પરિસ્થિતિ નિયંત્રણમાં નહિ આવે તો ફરીથી લોકડાઉન કરવાની જરૂર પડી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.