JCB ઉપર નીકળ્યો વર-કન્યાનો વરઘોડો, જોવા માટે ભેગા થયા લોકો, વીડિયો જોઈને તમે પણ કહેશો કે “આ સાલું નવું આવ્યું…..”

દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે પ્રયત્ન કરતો હોય છે, જેના કારણે તે તેના લગ્નની અંદર ખાસ આયોજનો પણ કરતો હોય છે. પોતાની જાન અને વરઘોડા માટે મોંઘી દાટ ગાડીઓ અને શાહી ઘોડાગાડીની પણ વ્યવસ્થા લોકો કરતા હોય છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં એક અલગ જ વરઘોડાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર વર કન્યા ગાડી અને ઘોડાગાડીની જગ્યાએ જેસીબી મશીનની અંદર વરઘોડો કાઢતા જોવા મળી રહ્યા છે, અને તેમને જોવા માટે લોકોના ટોળા વળેલા પણ જોઈ શકાય છે. લોકોને પણ જેસીબીમાં નીકળેલો આ વરઘોડો જોઈને અચરજ થતું જોવા મળી રહ્યું છે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો પાકિસ્તાનના હુંજા ઘાટીનો માનવામાં આવી રહ્યો છે. જેમાં એક જોડું લગ્નના રિવાજો કરવા માટે તૈયાર થયેલું નજર આવી હર્યું છે. ખાસ વાત તો એ છે કે બંનેની સવારી જેસીબી ઉપર નીકળી છે. આ બંને જેસીબીના આગળના ભાગમાં ઉભા છે અને રસ્તા ઉપર રહેલા લોકો તેમનો ઉત્સાહ પણ વધારી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ખાસ પ્રસંગ માટે જેસીબીને પણ સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે અને તેમાં લાઈટો પણ લગાવવામાં આવી છે. તેમની આસપાસ જાનૈયાઓ નાચતા પણ જોવા મળી રહ્યા છે. થોડે દૂર જઈને જેસીબી રોકાઈ જાય છે અને વર કન્યા નીચે ઉતરી જાય છે. ત્યારે મહેમાનો પણ આતીશબાજી કરવા લાગી જાય છે. આ વીડિયોને લોકો ખુબ જ શેર કરી રહ્યા છે.

Niraj Patel