કારનું સનરૂફ ખોલીને છત પર બેસી એક બીજાના હોઠમાં હોઠ પરોવી રોમાન્સ કરી રહ્યું હતું કપલ, પાછળથી આવેલી કારમાંથી બનાવ્યો વીડિયો, જુઓ
Couple kiss in running car : સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં ઘણા લોકો કાયદાને પણ હાથમાં લઇ લેતા હોય છે, ઘણીવાર કેટલીક એવી એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેને જોઈને આજની આ યુવા પેઢી પર પણ આપણને પણ શરમ આવી જાય. ઘણીવાર કેટલાક યુવક અને યુવતીઓ જાહેરમાં જ એવી હરકતો કરતા હોય છે કે તેને જોઈને કોઈને પણ ગુસ્સો આવી જાય. તમે અત્યાર સુધી ઘણા કપલને જાહેરમાં જ અશ્લીલ હરકતો કરતા જોયા હશે, ઘણા તો બાઈક પર પણ રોમાન્સ કરતા હોય છે.
સનરૂફ ખોલીને એકબીજાને કરતા હતા કિસ :
ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેને લઈને હવે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. હૈદરાબાદમાં એક કપલ ચાલુ કારનું સનરૂફ ખોલીને બહાર નીકળી એકબીજાને કિસ કરતું જોવા મળ્યું હતું. વાયરલ વીડિયોમાં પ્રેમી યુગલ કારની છત પર બેસીને એકબીજાને પૂરા જોશથી કિસ કરતા જોઈ શકાય છે. આ વીડિયો હૈદરાબાદના ગીચ પીવી નરસિમ્હા રાવ એક્સપ્રેસ વેનો હોવાનું કહેવાય છે. જો તમે વીડિયોમાં જુઓ તો કારની છત પર બેઠેલું આ કપલ એકબીજાની ખૂબ જ નજીક છે અને એકબીજાને વારંવાર કિસ કરીને દુનિયા સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યું છે.
લોકોએ પોલીસને કાર્યવાહી કરવાની કરી માંગ :
પ્રેમના આ જાહેર પ્રદર્શનને તે જ માર્ગ પરના અન્ય વાહન દ્વારા ફિલ્માવવામાં આવ્યું છે અને ઇન્ટરનેટ પર પોસ્ટ કરવામાં આવ્યું છે અને પોલીસ અધિકારીઓને આ વિડિયોની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમજ આમાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એવા છે જેઓ આ વીડિયોને કપલની ઈચ્છા ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો તેઓ પુખ્ત છે તો તેમને ડરવાની જરૂર નથી.
Hope @hydcitypolice will take action on this unsafe driving mode & Inconvenience caused to public.. #PVNRExpressway pic.twitter.com/K2QgqgpStp
— Dharani (@DharaniBRS) October 15, 2023
લોકોએ કરી આવી કોમેન્ટ :
આવા લોકો માને છે કે આવી કાર્યવાહીથી માર્ગ સલામતી પર અસર થાય છે, તેથી પોલીસે આ બાબતે વહેલી તકે તપાસ કરવી જોઈએ અને યુવક અને યુવતી બંને સામે જરૂરી પગલાં લેવા જોઈએ. પોલીસના સત્તાવાર હેન્ડલને ટેગ કરીને, એક ટ્વિટમાં જોવા મળ્યું કે, “આશા છે કે હૈદરાબાદ સિટી પોલીસ આ અસુરક્ષિત ડ્રાઇવિંગ મોડ અને લોકોને થતી અસુવિધા સામે પગલાં લેશે.” હજુ આ મામલામાં પોલીસ દ્વારા શું એક્શન લેવામાં આવ્યું છે તેની કોઈ માહિતી સામે નથી આવી.