IPLમાં સ્ટેડિયમમાં ચાલુ મેચ દરમિયાન આ કપલ કિસ કરવા લાગ્યું, સોશિયલ મીડિયામાં ફોટો વાઈરલ થતા લોકોએ લગાવી ફટકાર

IPL 2022માં રોજ આપણા દેશમાં રોમાંચક મેચો યોજાઈ રહી છે. ફેન્સ પણ મેચનો ભપુર લુપ્ત ઉઠાવી રહ્યા છે. જ્યારે દર વખતની જેમ આ વખતે પણ મેદાનમાં હાજર કેમેરામેન ચર્ચામાં રહ્યા છે. જ્યાં ફેન્સ માટે ટેલિવિઝન પર મેચ પહોંચાડનારા આ કેમેરામેન ક્યારેક એવા દ્રશ્યો બતાવે છે કે દરેક તેમના પ્રશંસક બની જાય છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું, જ્યાં દિલ્હી અને ગુજરાત વચ્ચે મેચનો મોકો હતો અને તે દરમિયાન કંઈક એવું બન્યું કે કેમેરામેને તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધું.

આ વર્ષે આપણા દેશમાં આઈપીએલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, TATA સ્પોન્સર કરી રહ્યું છે જ્યાં લીગની તમામ મેચો મુંબઈ અને પુણેના મેદાન પર રમાઈ રહી છે. ઉપરાંત, આ વખતે લીગમાં કુલ 10 ટીમો રમી રહી છે, જે પછી દરેક મેચ સાથે IPLનો રોમાંચ વધી રહ્યો છે. આ સાથે જ મેચોની સાથે IPLમાં ખેલાડીઓના પ્રદર્શનની પણ ચર્ચા થાય છે, પરંતુ ક્યારેક મેચ કવર કરી રહેલા કેમેરામેન પણ ચર્ચામાં આવી જાય છે.

બીજી બાજુ ગુજરાતની ટીમ વિજયરથ જારી છે. તેણે ગતરોજ દિલ્હીને ટીમને હરાવી છે. ગુજરાતની ટીમે પહેલા બેટિંગ કરતા 6 વિકેટના નુકશાને 171 રન કર્યા અને ટીમ તરફથી ગિલે 84 રનની ઈનિંગ રમી હતી. જેના પછી દિલ્હીના બેટ્સમેન ગુજરાતના બોલરો સામે ધ્વસ્ત થઈ ગયા હતા. લોકી ફર્ગ્યુસને પોતાની રફતારથી 4 બેટ્સમેનોને પવેલિયન મોકલ્યા હતા. લીગમાં ગુજરાત ટીમની આ સતત બીજી જીત છે, જ્યારે દિલ્હીની પહેલી હાર છે.

હાલ સોશિયલ મીડિયામાં આમની તસવીરો વાઈરલ થઈ રહી છે. જેમાં દાવો કરાઈ રહ્યો છે કે આ મેચ દરમિયાન કપલ રોમેન્ટિક થયું છે. તો ચલો આપણે સમગ્ર ઘટનાક્રમ તથા ફેન્સની પ્રતિક્રિયા પર નજર ફેરવીએ….IPLમાં કેમેરામેન મેચ સિવાય પણ ચાહકોના વિવિધ એક્સપ્રેશનને ટીવી પર દર્શાવતો હોય છે.

એવામાં હવે મિસ્ટ્રી ગર્લની સાથે એક કપલ પણ વાઈરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને દિલ્હીની મેચ દરમિયાન મેદાનમાં એક કપલ કિસિંગ કરતું જોવા મળ્યું હતું. જેમાં સોશિયલ મીડિયા પર ફેન્સ અવનવા મિમ્સ શેર કરી આ ઘટનાને રજૂ કરી રહ્યા છે. આ કિસ વાળી તસવીર શેર કરતા વિવિધ રિએક્શન આપતા ફેન્સે કહ્યું કે આ કપલ IPL મેચને અલગ લેવલે લઈ ગયું છે. તો બીજા યુઝરે લખ્યું કે મારો દેશ બદલાઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે.

હાર્દિક પંડ્યાના સુકાનીપદ હેઠળ ગુજરાત ટાઈટન્સની ટીમે પ્રથમ ઈનિંગ્સમાં 172 રનોનો સ્કોર કર્યો હતો. દિલ્હી કેપિટલ્સ માટે રન ચેઝ ઘણું ઇઝી હતું તો પણ ક્રિકેટર રિષભ પંત સિવાયના તેઓના બેટ્સમેનને ધબડકો મારતાં એક બાદ એક આઉટ થઈ ગયા હતા. પણ જો કે, સમગ્ર દિવસ દરમિયાન માત્ર મેચ જ ચર્ચામાં રહી ન હકી, પણ ઓડિયન્સમાં ચાલી રહેલી એક વસ્તુએ કેમેરામેનનું ધ્યાન ખેંચ્યું હતું. સ્ટેડિયમમાં એક કપલ કિસ કરતાં જોવા મળ્યું હતું અને જે બાદ તેઓની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી અને લોકોએ મિમસ બનવાનું ચાલુ કર્યું.

YC