‘નાચ મેરી રાની’ ગીત પર આ કપલે કર્યો એટલો ધમાકેદાર ડાંસ કે દિલ હારી બેઠી નોરા ફતેહી, શેર કર્યો વીડિયો

સિંગર ગુરુ રંધાવાનું ગીત જયારે પણ આવે છે તે સોશિયલ મીડિયા પર છવાઇ જાય છે. લોકો તેમના ગીતો પર ઘણા ડાંસ વીડિયો બનાવે છે અને સોશિયલ મીડિયા પર શેર કરે છે. હાલમાં તેમનું ગીત નાચ મેરી રાની ઘણુ ધૂમ મચાવી રહ્યુ છે. આ ગીત પર લોકો ઘણી રીલ્સ બનાવી રહ્યા છે. ગીતના કેટલાક ડાંસ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. નાચ મેરી રાની ગીત પર એક કપલનો ડાંસ વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ ડાંસ વીડિયો એટલો જબરદસ્ત છે કે પોતે ગુરુ રંધાવા પણ આના પર દિલ હારી બેઠા છે. તે બાદ તેમણે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ડાંસ વીડિયો શેર કર્યો છે. આ ગીત પર કપલે એવા ડાંસ મૂવ્સ કર્યા છે લોકો વારંવાર આ વીડિયો જોઇ રહ્યા છે.

ઇન્ટરનેટની દુનિયામાં છેલ્લા કેટલાક દિવસોથી નાચ મેરી રાની ગીતે તહેલકો મચાવ્યો છે. આ ગીત સિંગ ગુરુ રંધાવાએ ગાયુ છે. લોકો આ ગીત અને નોરા ફતેહીના ડાંસના એટલી હદ સુધી દીવાના થઇ ગયા છે તેનો જાદુ તેમના માથા પર ચઢી ગયો છે. આ જ કારણ છે કે લોકો સોશિયલ મીડિયા પર આ ગીતની રીલ્સ બનાવી રહ્યા છે અને શેર કરી રહ્યા છે.

ગુરુ રંધાવાએ શેર કરેલા વીડિયોમાં કપલ સમુદ્ર કિનારે નોરા અને ગુરુના ગીત ડાન્સ મેરી રાની એટલે કે નાચ મેરી રાની પર ગજબ ડાંસ મૂવ્સ કરતા જોવા મળી રહ્યા છે. આ બંને જે એનર્જી સાથે ડાંસ કરી રહ્યા છે તે સોશિયલ મીડિયા યુઝર્સને ઘણુ પસંદ આવી રહ્યુ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક દિવસ પહેલા અપલોડ કરાયેલો આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. તેને ગાયક ગુરુ રંધાવાએ પોતે શેર કર્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ એન્જોય કરી રહ્યા છે. આ વીડિયો લખાઈ રહ્યો છે ત્યારે આ વીડિયોને 1.2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી, લોકો તેના પર સતત કોમેન્ટ રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું, ‘વાહ.’ બીજા યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘અમેઝિંગ ડાન્સ મૂવ્સ. મને પણ આ ગીત ખૂબ ગમે છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી નોરા ફતેહીનું કોઈપણ વીડિયો ગીત ઈન્ટરનેટની દુનિયામાં પ્રવેશતાની સાથે જ સનસની મચાવી દે છે. તેનું અને ગુરુ રંધાવાનું થોડા સમય પહેલા રિલીઝ થયેલું ગીત ‘નાચ મેરી રાની’ પર લોકો સતત રીલ બનાવી રહ્યા છે અને તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહ્યા છે. કેટલાક વીડિયો નોરા અને ગુરુએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. નોરાએ પણ આ કપલનો વીડિયો પોસ્ટ શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

Shah Jina