છૂટાછેડા લઈને પતિથી અલગ થઇ ચુકી છે આ 8 અભિનેત્રીઓ, પતિ સાથે રહેતા પણ નથી બની માતા

બે લોકો લગ્ન કરે છે અને એકબીજા સાથે જીવન જીવે છે. જો લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે તો છૂટાછેડા લઈને અલગ થઇ જાય છે. એવું જ કંઈક બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના કલાકારોમાં જોવા મળે છે.ઘણા કલાકારોએ તો પ્રેમ લગ્ન કર્યા છતાં પણ છૂટાછેડા લઈને અલગ થઇ ગયા.જ્યારે અમુક કલાકારો છૂટાછેડા પછી પણ એકબીજાના સારા એવા મિત્રો છે જ્યારે અમુક કલાકારો છૂટાછેડા પછી એકબીજાના દુશ્મન બની ગયા. આવો તો જાણીએ આવા ફેમસ કલાકારો વિશે.

1. સામંથા રૂથ: સુપર હિટ ફિલ્મ પુષ્પામાં આઈટમ સોન્ગ કરનારી અભિનેત્રી સામંથાએ સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા છતાં પણ લગ્નના ચાર વર્ષ પછી બંનેએ અચાનક જ છૂટાછેડા લઈને ચાહકોને ચોંકાવી દીધા હતા. માતા-પિતા બન્યા પહેલા જ બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.

2.કીર્તિ કુલ્હારી: બોલીવુડની અમુક જ ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી કીર્તિ કુલ્હારીએ વર્ષ 2016માં સાહિલ સહગલ સાથે લગ્ન કર્યા હતા. જો કે બંને માતા પિતા બન્યા ન હતા, અને લગ્નના અમુક જ વર્ષોમાં બંનેએ છૂટાછેડા લઇ લીધા અને પોત પોતાના જીવનમાં આગળ વધી ગયા.

3.રશ્મિ દેસાઈ: ઉતરન ટીવી શો અને અને બિગબોસની કન્ટેસ્ટન્ટ રશ્મિ દેસાઈએ નંદીશ સંધુ સાથે લવ મેરેજ કર્યા હતા. બંને ઉતરન શોમાં સાથે કામ કરતા હતા અને આ સમયે જ બંને વચ્ચે નજીકતા વધી ગઈ હતી. જો કે બંનેએ બાળકને જન્મ આપ્યો ન હતો. લગ્નના પાંચ વર્ષ પછી બંનેએ છૂટાછેડા લીધા હતા. જો કે એક રિયાલિટી શોમાં રશ્મિએ ખુલાસો કર્યો હતો કે એક સમયે તેનું મિસ કેરેજ થઇ ગયું હતું

4. જેનિફર વિંગેટ: ટીવી જગતની જાણીતી અને ફેમસ અભિનેત્રી જેનિફર વિંગેટે અભિનેતા કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા પણ પોતાના બાળકને જન્મ આપ્યો ન હતો.લગ્નના અમુક વર્ષો પછી બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા જેના પછી જેનફીર પોતાની કારકિર્દીમાં વ્યસ્ત થઇ ગઈ જ્યારે કરને અભિનેત્રી બિપાસા બાસુ સાથે લગ્ન કર્યા હતા.

5.સારા ખાન: સારા ખાન અને અલી મર્ચેન્ટે રિયાલિટી શો બિગબોસના ઘરમાં જ લગ્ન કર્યા હતા. શોમાંથી બહાર નીકળ્યા પછી અમુક જ મહિનામાં બંને અલગ થઇ ગયા અને છૂટાછેડા લઇ લીધા. અલગ થયા પછી બંને એકબીજાના દુશ્મન સમાન બની ગયા છે અને બંને એકબીજા પ્રત્યે નકારાત્મક વાતો કહેતા જોવા મળે છે.

6. અનુષા દાંડેકર: અનુષા દાંડેકર અને અભિનેતા કરણ કુંદ્રા બંને રિલેશનશિપમાં હતા. બંને ઘણા સમય સુધી એકબીજા સાથે રહ્યા પછી અલગ થઇ ગયા હતા.અલગ થયા પછી બંને એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા હતા અને એકબીજા પર ઘણા આરોપો પણ લગાવ્યા હતા. હાલ કરણ તેજસ્વી પ્રકાશને ડેટ કરી રહ્યો છે જ્યારે અનુષા હાલ સિંગલ છે.

7. કામ્યા પંજાબી: અભિનેત્રી કામ્યા પંજાબી કરન પટેલ સાથે લાંબા સમય સુધી રિલેશનમાં રહી હતી. બંનેની જોડી રોમેંટિક કપલમાં ગણવામાં આવતી હતી. અચાનક જ બંનેએ અલગ થઈને ચાહકોને ચોંકાવી દીધા હતા. અલગ થયા પછી તરત જ કરને અંકિતા સાથે લગ્ન કરી લીધા હતા. કામ્યા ઘણા સાર્વજનિક મૌકાઓ પર કરન પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરી ચુકી છે.

8. ઉર્ફી જાવેદ: ઉર્ફી ટીવીનો ફેમસ શો અનુપમા ફેમ પારસ કલનાવત સાથે રિલેશનમાં રહી ચુકી છે. જો કે અમુક સમય પછી બંનનું બ્રેકઅપ થઇ ગયું હતું અને બંને એકબીજાના દુશ્મન સમાન બની ગયા હતા. ઉર્ફીનું કહેવું છે કે પારસે તેના ઘણા કામ છીનવી લીધા છે.

Krishna Patel