વાયરલ

હાથમાં તલવાર લઈને રસ્તા ઉપર ફરતો જોવા મળ્યો કોરોના વાયરસ, ડરી જઈને ભાગ્યા બાળકો, જુઓ વીડિયો

કોરોના વાયરસના મામલાઓ સમગ્ર દેશની અંદર ખુબ જ ઝડપથી બધી રહ્યા છે. હાલમાં રોજના 3 લાખ કરતા પણ વધારે કેસ સામે આવી રહ્યા છે. એવામાં ઘણા રાજ્યોની અંદર લોકડાઉન કરી દેવામાં આવ્યું છે તો ઘણા શહેરોમાં રાત્રી કર્ફયુ પણ લગાવી દેવામાં આવ્યો છે. સરકાર દ્વારા પણ લોકો નિયમોની પાલન કરે તે માટે કડક કાયદા બનાવવામાં આવ્યા છે.

આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ કોરોના વાયરસ બનીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં રસ્તા ઉપર કોરોના વાયરસ હાથમાં તલવાર લઈને ચાલતો જોવા મળી રહ્યો છે. જેને જોઈને બાળકો પણ ડરીને ભાગી રહ્યા છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે રસ્તામાં મોઢા ઉપર કોરોના વાયરસનું માસ્ક પહેરીની એક વ્યક્તિ ફરી રહ્યો છે. તે પોતાને કોરોના વાયરસ જણાવી રહ્યો છે. તેનો હસવાનો અવાજ સાંભળીને બહાર ફરી રહેલા બાળકો પણ ડરી ગયા અને ઘરમાં ઘુસી ગયા.

આ વીડિયોને આઇપીએસ ઓફિસર રૂપિન શર્મા દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરવાની સાથે તેમને કપશનમાં લખ્યું છે કે “કોરોના આયા રે.. 2 ગજની દુરી છે જરૂરી. બાળકોની શોધ.” જુઓ તમે પણ આ મજેદાર વીડિયો