યુનિવર્સીટીમાં ભજવાઈ રહેલા રામાયણને થઇ ગયો મોટો વિવાદ, માતા સીતા અને રાવણના બતાવ્યા એવા અશ્લીલ દૃશ્યો કે… જુઓ વીડિયો

Controversy over the drama of Ramayana : જ્યારથી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે ત્યારથી આખો દેશ રામભક્તિમાં લિન થઇ ગયો છે અને દરેક વ્યક્તિના મોઢા પર જય શ્રી રામ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ અલગ અલગ રીતે પોતાની રામભક્તિ પણ વ્યક્ત કરતા જોવા મળે છે. તો ઘણી જગ્યાએ રામાયણના નાટક પણ થતા જોવા મળે છે. પરંતુ હાલ પુણેમાંથી સામે આવેલી એક ઘટનાએ લોકોને હેરાન કરી દીધા, પુણેની યુનિવર્સીટીમાં રામાયણ દરમિયાન એવું જોવા મળ્યું જેને જોઈને લોકોના લોહી ઉકળી ગયા.

રામાયણના નાટકને લઈને વિવાદ :

પુણે યુનિવર્સિટીના એક પ્રોફેસર અને પાંચ વિદ્યાર્થીઓની ‘રામલીલા’ પર આધારિત નાટકનું મંચન કરીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે આ નાટકમાં વાંધાજનક સંવાદો અને દ્રશ્યો હતા. ‘રામલીલા’ પર આધારિત નાટકમાં વિવાદાસ્પદ સંવાદો અને દ્રશ્યો બદલ પૂણે યુનિવર્સિટીના એક પ્રોફેસર અને પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે સાંજે આ નાટકના મંચને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના અધિકારીઓ અને પુણે યુનિવર્સિટીના ફાઈન આર્ટસ સેન્ટરના વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

પોલીસે કરી ધરપકડ :

‘રામલીલા’ પર આધારિત આ નાટક, લલિત કલા કેન્દ્ર (સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ) ના કલાકારો વચ્ચે વિવિધ ભૂમિકાઓ ભજવતા બેકસ્ટેજ પર આધારિત હતું. ઇન્સ્પેકટર અંકુશ ચિંતામને જણાવ્યું હતું કે ABVP અધિકારી હર્ષવર્ધન હરપુડેની ફરિયાદના આધારે, IPCની કલમ 295 (A) (કોઈ પણ વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાપૂર્વક અને દૂષિત ઈરાદા) અને અન્ય જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સિગરેટ પિતા અને અપશબ્દો બોલતા જોવા મળ્યા કલાકારો :

તેમણે જણાવ્યું કે પોલીસે ફાઇન આર્ટસ સેન્ટરના વિભાગના વડા ડૉ. પ્રવીણ ભોલે અને વિદ્યાર્થીઓ ભાવેશ પાટીલ, જય પેડનેકર, પ્રથમેશ સાવંત, હૃષિકેશ દળવી અને યશ ચીખલેની ધરપકડ કરી છે. એફઆઈઆર મુજબ, નાટકમાં સીતાનું પાત્ર ભજવી રહેલા એક પુરુષ અભિનેતાને સિગારેટ પીતા અને અપશબ્દોનો ઉપયોગ કરતા દર્શાવવામાં આવ્યા હતા. એફઆઈઆરમાં જણાવાયું છે કે જ્યારે એબીવીપીના સભ્યોએ નાટક સામે વાંધો ઉઠાવ્યો અને પ્રદર્શન અટકાવ્યું તો કલાકારોએ તેમને ધક્કો મારવાનું શરૂ કર્યું.

Niraj Patel