“રામલીલા” બાદ હવે “ભુજ” ફિલ્મમાં પણ “ભાઈ ભાઈ” ગીતને ઠપકાર્યું ? ગીતકાર અરવિંદ વેગડાએ ઉઠાવ્યો વાંધો

બોલીવુડની અંદર ઘણી બધી ફિલ્મો આવે છે જેમાં ગુજરાતી ગીતોના તડકા જોવા મળે છે. હાલ ગુજરાતના ભુજ ઉપર એક સત્યઘટના ઉપર આધારિત ફિલ્મ “ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા” 13 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મના ગીત ઉપર ગુજરાતી ગીતકાર અરવિંદ વેગડાએ વાંધો ઉઠાવ્યો છે.

અરવિંદ વેગડા ગુજરાતના એક ખ્યાતનામ ગીતકાર છે. આખું ગુજરાત તેમને “ભાઈ ભાઈ” ફેમ તરીકે ઓળખે છે. તેમના ગીતો પણ તેમના આગવા અંદાજમાં રજૂ થતા હોય છે, અને ચાહકોમાં તે લોકપ્રિય પણ બનતા હોય છે. ત્યારે થોડા દિવસોમાં જ આવી રહેલી ફિલ્મ “ભુજ”માં રજૂ કરવામાં આવેલા ગીત “ભાઈ ભાઈ.. ભલા મોરી રામા” ઉપર અરવિંદ વેગડાએ વાંધો ઉઠાવ્યો છે.

અરવિંદ વેગડાનું કહેવું છે કે તેમની જાણ બહાર જ બોલીવુડની ફિલ્મ “ભુજ”માં આ ગીતની કડીનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે, તેમજ આ ગીત ફિલ્મમાં રજૂ કરવા બાબતે તેમને ના તો કોઈ જાણ કરવામાં આવી છે ના તો તેમને કોઈપણ પ્રકારની ક્રેડિટ આપવામાં આવી છે. સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકો અરવિંદ વેગડાના સપોર્ટમાં આવ્યા છે અને #justice4bhaibhaii ટ્રેન્ડ કરી રહ્યું છે.

બૉલીવુડ તરફથી આ પહેલીવાર નથી થયું. આ પહેલા પણ બોક્સ ઓફિસ ઉપર ખુબ જ હિટ રહેલી ફિલ્મ “રામલીલા”માં પણ આ ગીતની કડી વાપરવામાં આવી હતી. ત્યારે અરવિંદ વેગડાએ “ભુજ”  ફિલ્મ નિર્માતા અને ટી સીરિઝ સામે વાંધો ઉઠાવ્યો છે. અરવિંદ વેગડાએ સોશિયલ મીડિયામાં પણ આ અંગેનો વીડિયો શેર કર્યો છે અને સમગ્ર હકીકત જણાવી છે.

તમને જણાવી દઈએ કે અરવિંદ વેગડા દ્વારા વર્ષ 2011માં ભાઇ ભાઇ સોન્ગ લોન્ચ કર્યું હતું. લોન્ચ થયાના થોડા જ સમયમાં આ સોંગ ખૂબ જ પોપ્યુલર થતા તેમને આ ગીતને કોપીરાઇટ કરાવ્યું હતું. આ ગીત બાદ આખું ગુજરાત અરવિંદ વેગડાને “ભાઈ ભાઈ” ફેમ તરીકે ઓળખવા લાગ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Arvind Vegda (@arvind_vegda)

ભાઈ ભાઈ ગીત મૂળ ભવાઇમાંથી આવ્યું છે. અને આ ગીતને ગુજરાતી ગીતકાર અરવિંદ વેગડાએ પોતાના આગવા અંદાજમાં રજૂ કર્યું છે. ત્યારે હવે બોલીવુડની ફિલ્મોમાં પણ ગુજરાતી ગીતકારને કોઈપણ જાતની ક્રેડિટ આપ્યા વગર જ આ ગીતનો ઉપયોગ કરવાને લઈને ગીતકાર અરવિંદ વેગડા ખુબ જ નારાજ જોવા મળી રહ્યા છે. ઘણા લોકો પણ તેમના સપોર્ટમાં આવી રહ્યા છે.

Niraj Patel