ખબર

ગુજરાતમાં હવે નવા જીવલેણ રોગનો ફફડાટ, આ 7 લક્ષણ દેખાય તો ચેતી જાઓ નહિંતર પડી જશે ભારે…..

આજે વાંચો આ ગંદી બીમારી કોને થાય અને કેવી રીતે બચી શકાય

કોરોનાના કારણે આખો દેશ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે ત્યારે આ બધા વચ્ચે હવે એક નવી બીમારીએ પણ ગુજરાતની ચિંતા વધારી છે. રાજયમાં મ્યુકોરમાઈકોસિસ બીમારીનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં મ્યુકોરમાઈકોસિસના કેસ વધતાં મોતના આંકડા પણ વધી રહ્યાં છે.

કોરોનમાં થોડીક રાહત દેખાય રહી છે એવામાં હવે એક નવી બીમારીએ દસ્તક દીધી છે જેમાં લોકોની આંખથી લઈને જીવ જાય છે. કોવિડની બીજી લહેરમાં મ્યુકોરમાઇકોસિસના નવા કેસો પણ સામે આવી રહ્યાં છે. આ બીમારીમાં પહેલા આંખ અને મોંઢામાં લક્ષણો જોવા મળતાં હતા. પરંતુ હવે મગજ સુધી પણ આ રોગના લક્ષણો જોવા મળે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૦ દિવસમાં 80થી વધુ કેસો સામે આવ્યા છે. જેને જોતા ગઈકાલે સીએમના અધ્યક્ષસ્થાને રાજ્યમાં વધતા જતા મ્યુકોરમાઇકોસિસ રોગના નિયંત્રણ અને સારવાર માટેની બેઠક યોજાઈ હતી.

ગુજરાત સરકાર અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટમાં આ નવી બીમારીના દર્દીઓ માટે વોર્ડ શરૂ કરાશે. સાથે જ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે રૂ.3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે. તમને જણાવી દઈએ અત્યાર સુધી ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના આવા 100થી વધારે કેસો નોંધાયા છે.

આ બીમારીના લક્ષણો શું છે

1. બ્રિથિંગમાં તકલીફ

2. આંખ ઝીણી થવી અથવા ચહેરા પર એક બાજુ સોજો આવવો

3. હેડેક થવો, ફીવર કે પછી નાક ભરાઈ જવું

4. મો તેમજ નાકની અંદરની બાજુની સાઈડે કાળાં નિશાન પડી જવા,

5. ચેસ્ટ, પેટમાં દુ:ખાવો અથવા વોમીટીંગ થવી

6. થોડાક દિવસ પછી આંખની નીચેના ભાગપર તથા ગાલ પર સોજા આવે.

7. ખાંસીઅને શરદી શરૂ થાય, નાકમાંથી કાળુ પ્રવાહી નિકળવાનું શરૂ થાય.

તકેદારી શું રાખવી જોઈએ

1. એન-95 માસ્ક પહેરી વાતાવરણથી થતા ઈન્ફેકશનથી બચવું

2. ધૂળ અને પાણીના ભેજથી દૂર રહેવું

3. શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવાં જોઈએ

4. સ્કીન પર ઈજા અથવા ચામડી કપાઈ ગઈ હોય તો તાત્કાલિક ડેટોલવાળા પાણીથી ઘાને ધોઈ નાખવો જોઈએ.

5 કોવિડ સંક્રમિત હોય કે ન થયો હોય લોકોએ સુગર લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો

6. કોવિડની સારવાર સમયે છઠ્ઠા દિવસ પછી સ્ટિરોઈડનો ઉપયોગ કરવો અને તે પણ જરૂર જણાય તો તથા ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ ઉપયોગ કરવો

7. કોરોનાના દર્દીઓએ શરીરની યોગ્ય રીતે સાફ સફાઈ એ ખાસ ધ્યાન રાખવું

8. મોઢામાં ક્યાંય પણ અલ્સર થાય કે ચાંદી પડે ત્યારે સામાન્ય સારવાર દ્વારા તેનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ.