સ્કૂટર લઈને રોડ પર જઈ રહેલા મહિલા કોન્સ્ટેબલને પાછળથી આવી રહેલી ટ્રકે મારી ટક્કર, 11 મહિનાના માસૂમના માથેથી છીનવી લીધી માતાની છત્રછાયા

11 માસના દીકરાને ઘરે મૂકી ફરજ બજાવવા ગઈ મમ્મી, પાછી ઘરે આવી લાશ, ટ્રક ચાલાકની ભૂલે મહિલા પોલીસ કોન્સ્ટેબલ આશાબેન રબારીનો લઇ લીધો જીવ… પરિવારનું આક્રંદ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે જેમાં રોડ પર ઘણા લોકો બેફિકરાઈ રીતે વાહન હંકારતા હોય છે અને રાહદારીઓ તેમના કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે, આવા અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થતા હોય છે તો ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે.

ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ઘટના જેમાં કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા આશાબેન રબારીનું રોડ અકસ્માતમાં મોત થયું છે. ગત બુધવારના રોજ તેઓ પોતાની ફરજ પૂર્ણ કર્યા બાદ પોતાના સ્કૂટર પર તેમના પિયર વામજ ગામ જઈ રહ્યા હતા ત્યારે જ એક ટ્રક ચાલકે તેમને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે તેઓ રોડ પર પટકાયા હતા. જ્યાંથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ ત્યાં તેમનું મોત નપજ્યું હતું.

આશાબેન રબારી વર્ષ 2016-17માં પોલીસની નોકરીમાં લાગ્યા હતા. તેમના લગ્ન દોઢ વર્ષ પહેલા અંબાસણ ગામમાં રહેતા રાજુભાઈ રબારી સાથે સમાજના રીતિ રિવાજ પ્રમાણે થયા હતા. દોઢ મહિના પહેલા જ તેમની કડીમાં બદલી થઇ અને હાલ તે નંદાસણ પોલીસ સ્ટેશનમાં એટેચ ટ્રિકી ફરજ બજાવતા હતા. પરંતુ છેલ્લા 4 દિવસથી તેમની માતાની તબિયત ખરાબ હોવાના કારણે તેમના પિયર વામજ ગામમાં તેમના 11 મહિનાના દીકરા વેદ સાથે ગયા હતા.

આ દરમિયાન ગત બુધવારના રોજ તેમનો રાજપુર પાટિયાથી છત્રાલ તરફ જતા દરમિયાન અકસ્માત થયો અને તેમનું નિધન થયું. અકસ્માતને લઈને સ્થાનિકો પણ દોડી આવ્યા હતા. આ ઘટનાને લઈને નંદાસણ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જેના બાદ તેમના પતિ અને પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ઘટનાને લઈને પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. આશાબેનના નિધન બાદ તેમનો 11 મહિનાનો દીકરા વેદે હજુ સમજણ આવે એ પહેલા જ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. (તસવીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

Niraj Patel