આંખ આવવાની બીમારીથી નથી ગભરાવવાની જરૂર, આ ઉપાયથી તમે પણ રહી શકશો સુરક્ષિત, આંખોમાં જોવાથી નથી થતી આ બીમારી, આ બાબતોનું રાખો ખ્યાસ ધ્યાન…
Conjunctivitis Symptoms : આજે દેશભરમાં આંખો આવવાની એટલે કે ‘કંજક્ટિવાઈટિસ’ની બીમારીએ હજારો લોકોને પોતાની ચપેટમાં લઇ લીધા છે. તમારી આસપાસ અથવા તો તમે પોતે પણ આ બીમારીનો કદાચ ભોગ બની ગયા હશો અને આ બીમારી આવતા જ લોકો પોતાની આંખો પર કાળા ચશ્મા પહેરી લેતા હોય છે. ત્યારે આ બીમારીથી બચવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો પણ હાથ ધરતા હોય છે. ત્યારે આજે અમે તમને આ બીમારીથી બચવાના કેટલાક કારગર ઉપાયો જણાવીશું.
કેવી રીતે ફેલાય છે બીમારી ? :
મીડિયા રિપોર્ટ અનુસાર આ બીમારી જીવલેણ નથી, પરંતુ આ બીમારીના કારણે આંખોને નુકશાન થતું હોય છે, જેના કારણે આ બીમારીને ગંભીરતાથી લેવી જોઈએ. ‘કંજક્ટિવાઈટિસ’ બીમારી સામાન્ય રીતે 5-6. જેને પિન્ક આઈ ઇન્ફેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટાભાગના લોકોનું માનવું છે કે આ બીમારી આઈ કોન્ટેક્ટથી ફેલાતી હોય છે અને તેથી જ લોકો આવી બીમારીમાં સપડાયેલા લોકો સાથે આઈ કોન્ટેક્ટ નથી કરતા, પરંતુ ડોકટરના જણાવ્યા અનુસાર આ બીમારી હવા અને આઈ કોન્ટેક્ટથી નહીં પરંતુ સંક્રમિત વ્યક્તિઓની વસ્તુઓનો ઉપયોગ કરવાથી ફેલાય છે.
બીમારીના લક્ષણો :
આંખ આવવી અથવા તો કંજક્ટિવાઈટિસની બીમારીમાં વ્યક્તિની આંખનો સફેદ ભાગ સંપૂર્ણ પણે લાલ અથવા ગુલાબી રંગનો થઇ જાય છે અને આંખોમાં વારંવાર ખંજવાળ પણ આવે છે અને સતત દુખાવો પણ થયા કરે છે, સાથે જ આંખોમાંથી પાણી પણ નીકળ્યા કરે છે અને ધૂંધળું દેખાવવા લાગે છે. આ ઉપરાંત આંખો પણ સુજી જાય છે. પરંતુ આ બીમારીના કારણે આંખોની રોશની પર કોઈ અસર થતી નથી માત્ર થોડા સમય સુધી જ ધૂંધળું દેખાય છે.
આ બાબતોનું રાખો ખાસ ધ્યાન :
આંખ અવાવની બીમારીથી બચવા માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમાં સાફ સફાઈ અને વારંવાર હાથ ધોવા જોઈએ. આ ઉપરાંત આંખોને વારંવાર સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. સાથે જ પોતાના ટુવાલ, બેડ અને રૂમાલ કોઈની સાથે શેર કરવો ના જોઈએ. કોન્ટેક્ટ લેન્સ જો તમે પહેરતા હોય તો તે પણ પહેરવાનું ટાળવું જોઈએ. આ બીમારીમાં ડોક્ટરની સલાહ વગર કોઈપણ દવા ના લેવી. જયારે બીમારી થઇ હોય ત્યારે પબ્લિક સ્વિમિંગ પુલનો પણ ઉપયોગ ના કરવો જોઈએ. આ ઉપરાંત સંક્રમિત વ્યક્તિની કોઈ વસ્તુનો ઉપયોગ ના કરવો અને તેનાથી દુરી બનાવીને રાખવી જોઈએ.