ચાલતી બસમાં કંડક્ટરે યુવતિ સાથે બાંધ્યા શરીર સંબંધ, અય્યાશીનો વીડિયો વાયરલ થતા થયો સસ્પેંડ…કેમેરો ઓન થતા જ યુવતિએ છૂપાવ્યો ચહેરો

UP Bus Conductor Viral Video: સોશિયલ મીડિયામાં અવાર નવાર અનેકો વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંના કેટલાક ફની તો કેટલાક ચોંકાવનારા હોય છે. ત્યારે હાલમાં ઉત્તર પ્રદેશમાં રોડવેઝ બસની અંદરનો એક શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો, જેમાં લખનઉ જતી હાથરસ ડેપોની ચાલતી રોડવેઝ બસની અંદર કંડક્ટર એક મહિલા સાથે કેમેરામાં સેક્સ કરતો ઝડપાયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ ગયો. વીડિયો બસની અંદર મુસાફરી કરી રહેલા એક યાત્રીએ બનાવ્યો છે.

વીડિયોમાં કંડક્ટર બસની પાછળની સીટ પર મહિલા સાથે સેક્સ માણતો જોવા મળી રહ્યો છે. કેટલાક મુસાફરોએ તેનું ગંદું કૃત્ય જોયું, ત્યારબાદ તેઓએ ઘટનાને રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. તેનો વીડિયો એટલો અશ્લીલ છે કે તેને જાહેરમાં બતાવવો પણ શક્ય નથી. વાયરલ વીડિયોમાં કંડક્ટર મહિલા સાથે બસની પાછળની સીટ પર બેઠેલા જોવા મળે છે અને બંને ધાબળા ઓઢીને શરીર સંબંધ માણવામાં વ્યસ્ત છે.

કેટલાક મુસાફરોએ આ ગંદુ કામ ચાલુ બસમાં થતુ જોયુ અને ઘટનાને મોબાઇલમાં રેકોર્ડ કરી. જે બાદ ગુસ્સે થઈને કંડક્ટરે વીડિયો બનાવી રહેલા પેસેન્જર સાથે ઉગ્ર બોલાચાલી કરી. અહેવાલો અનુસાર, આ ઘટના લગભગ 10 દિવસ પહેલા બની હોવાનું માનવામાં આવે છે. વિડિયો ઓનલાઈન સામે આવ્યા બાદ, પ્રાદેશિક પરિવહન સત્તામંડળ, ARM (સહાયક પ્રાદેશિક પ્રબંધક) એક્શનમાં આવી અને આ ઘટનામાં સામેલ ડ્રાઈવર અને કંડક્ટરનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કર્યો. વીડિયો પુરાવાએ નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

હાથરસ ડેપોના એઆરએમએ પુષ્ટિ કરી કે આ વીડિયો લગભગ 10 દિવસ જૂનો છે. મુસાફરોની ફરિયાદના જવાબમાં, અધિકારીઓએ તરત જ ડ્રાઇવર અને કંડક્ટરના કરારને સમાપ્ત કરી દીધો. આ ઉપરાંત સમગ્ર ઘટનાની સંપૂર્ણ વિગતો જાણવા માટે સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે.

Shah Jina