રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ’83’નું જયારથી ટ્રેલર આવ્યુ છે, ત્યારથી જ આ ફિલ્મ ઘણી ચર્ચામાં છે. પરંતુ આ ફિલ્મને લઇને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ફિલ્મ રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં મૂકાઇ છે. UAE સ્થિત ફાઇનાન્સર કંપનીએ મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટમાં ફિલ્મ ’83’ના ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ ષડયંત્ર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે, જેમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 405, 406, 415, 418, 420 અને 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદમાં દીપિકા પાદુકોણ ઉપરાંત સાજિદ નડિયાદવાલા, કબીર ખાન, ફેન્ટમ ફિલ્મ્સ અને અન્ય ચાર લોકોના નામ સામેલ છે. ખબર છે કે દીપિકા આ ફિલ્મના નિર્માતાઓમાંની એક છે.
FZE એ ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ફિલ્મમાં રોકાણ અંગે વિબ્રી મીડિયા સાથે વાતચીત થઈ હતી. આ વાતચીત દરમિયાન વિબ્રી મીડિયાએ વચન આપ્યું હતું કે તેમને સારું વળતર મળશે. આના બદલામાં તેમણે 16 કરોડનું રોકાણ કર્યું હતું, પરંતુ મેકર્સે ફિલ્મના રાઇટ્સ આપવામાં છેતરપિંડી કરી હતી. FZE માને છે કે તેમના દ્વારા રોકાણ કરાયેલા નાણાં ફિલ્મ ’83’ના પ્રમોશનમાં ખર્ચવામાં આવ્યા હતા અને આ માટે તેમની સંમતિ લેવામાં આવી ન હતી.
FZE તરફથી હાજર રહેલા એડવોકેટ રિઝવાન સિદ્દીકીએ કહ્યું, “હા, એ વાત સાચી છે કે મારા ક્લાઇન્ટે ફિલ્મ ’83’ના તમામ નિર્માતાઓ વિરુદ્ધ કાવતરું અને છેતરપિંડી માટે ફરિયાદ નોંધાવી છે. મારા ક્લાઇન્ટ પાસે કાયદાકીય પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. નિર્માતાઓ સમક્ષ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ મારા ક્લાઇન્ટની વાત સાંભળવામાં કોઈ રસ દાખવ્યો ન હતો.
તેમણે આગળ જણાવ્યુ હતુ કે, હવે આ મામલે કોર્ટ નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ’83’માં રણવીર સિંહે પૂર્વ ક્રિકેટર કપિલ દેવનો રોલ પ્લે કરી રહ્યો છે અને દીપિકા પાદુકોણ તેની પત્નીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ જીતવાની વાર્તા છે, જે વર્ષ 1983માં બની હતી. કબીર ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ 24 ડિસેમ્બર, 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
થોડા સમય પહેલા ફિલ્મ 83નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને બોમન ઈરાની પણ છે. દીપિકા પાદુકોણ ગેસ્ટ રોલ કરી રહી છે, જે કપિલ એટલે કે રણવીર સિંહની પત્નીના રોલમાં છે. આ ફિલ્મ 83ના વર્લ્ડ કપ પર આધારિત છે જ્યારે ભારતે ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન કપિલ દેવના નેતૃત્વમાં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. દીપિકા આ ફિલ્મના નિર્માતાઓમાંની એક હોવાનું કહેવાય છે.
View this post on Instagram
રણવીર સિંહ, હાર્ડી સંધુ, તાહિર ભસીન, એમી વિર્ક, સાકિબ સલીમ, ચિરાગ પાટીલ, ધૈર્ય કારવા, જતીન સરના જેવા કલાકારોનો સમાવેશ થાય છે. આ ફિલ્મથી હાર્દિક સંધુ બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરને 75 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે, જેના કારણે તે કોઈપણ ફિલ્મના સૌથી વધુ જોવામાં આવેલા ટ્રેલરની યાદીમાં આગળ છે.