જો તમારી કુંડળીમાં આ બે ગ્રહોનો યોગ બનશે તો થઈ જશો માલામાલ, દરેક ભોગ ભોગવશો

લોકોના જીવન પર વાસ્તુ શાસ્ત્ર અને ગ્રહો-નક્ષત્રોની ખુબ ઉંડી અસર પડે છે. કુંડળીમાં રાહુ અને શુક્ર ગ્રહનો યોગ ખુબ જ અલગ પ્રકારનું ફળ આપે છે. બન્ને ગ્રહોનો પ્રભાવ સૌથી વધારે હોય છે. વર્તમાન સમયની વાત કરીએ તો તેમાં શુક્ર ગ્રહ સૌથી મોટી ભૂમિકા ભજવે છે. બન્ને ભૌતિકતાના કારક માનવામાં આવે છે. બન્ને વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ છે. શુક્ર એટલે કે દૈત્યોના ગુરુ શુક્રચાર્ય અને રાહુ તેનો શિષ્ય છે. બન્ને ગ્રહ લગ્ઝરી સાથે જોડાયેલા છે એટલે કે, આ બન્નેનો યોગ જેની કુંડળીમાં બનતો હોય તે વ્યક્તિ ભોગ વિલાસ ભોગવે છે. જીવનમાં આર્થિક સમૃદ્ધિ શુક્ર ગ્રહના કારણે જ પ્રાપ્ર્ત થાય છે, જ્યારે રાહુ ગ્રહ તેનો ઉપયોગ કરાવે છે.

કુંડળીમાં રાહુ ગ્રહ શુક્ર સાથે મળીને આનંદિત થઈ જાય છે. કેમ કે બન્નેનો સ્વભાવ ઘણી બાબતોમાં એક સરખો છે. સુખનો આનંદ માણવો બન્નેને પસંદ છે. જીવનમાં ભોગ વિલાસ અને સુખ સમૃદ્ધિ વગેરે બધુ શુક્ર ગ્રહના કારણે છે. ગુરુ શિષ્ય હોવાના કારણે રાહુ અને શુક્ર ગ્રહનો તાલમેલ બહુ સારો છે. બન્નેની અગ્રીમતા સુખનો ઉપભોગ છે.

જે રીતે બન્નેને સુખનો ઉપભોગ પસંદ છે, તે જ રીતે જે વ્યક્તની કુંડળીમાં બન્ને ગ્રહ યોગ્ય રીતે સ્થિત છે, તે વ્યક્તિ પણ ભૌતિકતા વાદી વસ્તુઓને ખુબ મહત્વ આપે છે. રાહુ અખુટ ધન સંપત્તિ આપે છે, હકિકતમાં રાહુની અંદર ભોગવવાની ઈચ્છા બહુ છે, તેથી જો કોઈની કુંડળીમાં રાહુ સક્રિય હોય તો તે વ્યક્તિ ભોગ વિલાસ કરવાથી પોતાની જાતને રોકી નહીં શકે.

કોઈ પણ નવી વસ્તુ ઘરમાં આવે છે ત્યારે જે વ્યક્તિની કુંડળીમાં રાહુ હોય છે તે તેનો પહેલા ઉપયોગ કરે છે. કારણ કે આવા વ્યક્તિને ભોગ વિલાસ પસંદ છે. કેતુનો કેસ તેના થોડો અલગ છે. તે વૈરાગ્ય પસંદ કરે છે, તેથી તે કોઈ પણ વસ્તુનો જલદી ઉપયોગ કરતો નથી.

બન્ને ગ્રહોનું કોમ્બિનેશન જ્યા ભોગ વિલાસ આપે છે તો બીજી તરફ આવા લોકોનું દાંપત્ય જીવન ખરાબ થઈ શકે છે. તેના પણ ઘણા પ્રકાર છે, જેમ કે પરિવારની મરજી વિરુદ્ધ લવ મેરેજ થાય, જે જુની પેઢી પ્રમાણે યોગ્ય નથી. પત્નીના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. પુરુષોને ડાયાબિટિસ કે યુરિનને લગતી સમસ્યા થઈ શકે છે.

જો તમે રાહુ અને કેતુ ગ્રહનો પુરો લાભ લેવા માગતા હોય તો તમારે તેના માટે કેટલાક ઉપાયો કરવા પડશે. જીવનમાં સંયમિત રહેવું પડશે નહીં તો ઘણી પ્રકારની બિમારી તમારા શરીરમાં ઘર કરી શકે છે. આવા લોકો આસાનીથી બે નંબરના રૂપિયા પણ કમાઈ શકે છે તેથી તેના ઘરમાં ભોગ વિલાસ વધી જાય છે અને બિમારીનું કારણ પણ બને છે અને ઘરમાં કંકાસ પણ વધે છે. તેથી આવી વસ્તુથી બચવા માટે માતાની આરાધના કરવી જોઈએ. મા દુર્ગાની આરાધના કરવાથી તમામ સમસ્યામાંથી છૂટકારો મળે છે.

YC