કોલેજની બહાર છોકરો લઇને ફરી રહ્યો હતો ‘રશિયન છોકરી ક્યાં મળશે ?’ લખેલુ બોર્ડ, છોકરી તો ના મળી પણ થઇ એવી હાલત કે…

બોર્ડ લઈને ફરતો હતો કે રશિયન છોકરી ક્યાં મળશે? અચાનક જ પોલીસ આવી પછી તો…..

Man Roams With ‘Russian Kaha Milegi’ Poster : ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક શહેરની એક પ્રતિષ્ઠિત કોલેજ બહાર હાથમાં બોર્ડ લઈને ફરતો જોવા મળે છે, જેમાં લખ્યું છે, ‘મુઝફ્ફરનગરમાં રશિયન છોકરી ક્યાં મળશે’? જો કે, આ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુવકને રશિયન યુવતી તો ના મળી પણ પોલીસે તેને જેલ જરૂર બતાવી દીધી.

આ મામલે સ્થાનિક પોલીસ એક્શનમાં આવી ગઈ અને ઉતાવળમાં કેસ નોંધી યુવકની ધરપકડ કરી તેને જેલમાં ધકેલ્યો. આ મામલો નવી મંડી કોતવાલી વિસ્તારમાં આવેલી શ્રી રામ કોલેજનો છે, જ્યાં એક યુવકે રીલ બનાવવાનું શરૂ કર્યું હતું. તેણે આ દરમિયાવ તમામ મર્યાદાઓ પાર કરી દીધી. જણાવવામાં આવી રહ્યું છે કે જતીન નામના આ યુવકે હાથમાં બોર્ડ લઈને કોલેજમાં ફરતી વખતે રીલ બનાવી હતી.

આ બોર્ડ પર લખવામાં આવ્યું હતું કે, ‘મુઝફ્ફરનગરમાં રશિયન છોકરી ક્યાં મળશે’ રીલમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ સમય દરમિયાન કોલેજની છોકરીઓ શરમથી છુપાયેલી જોવા મળે છે. રીલ બનાવ્યા બાદ આરોપી યુવક જતિને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી, ત્યારબાદ આ બાબતની નોંધ લેતા ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક સંબંધિત પોલીસ સ્ટેશનને આ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

જે બાદ પોલીસે તરત જ આ મામલામાં આરોપી યુવક વિરુદ્ધ કલમ 294 હેઠળ કેસ નોંધ્યો છે અને તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો. લેટેસ્ટ કાયદા અનુસાર, IPCની કલમ 294 હેઠળ, જો કોઈ વ્યક્તિ કોઈપણ જાહેર સ્થળે કોઈ અશ્લીલ કૃત્ય કરે છે અથવા કોઈ અશ્લીલ ગીત ગાય છે અથવા કોઈપણ સાર્વજનિક સ્થાન પર અન્ય વ્યક્તિને હેરાન કરવાના ઈરાદાથી જો તે બોલે તો તેને સજા થઈ શકે છે. જે વ્યક્તિ IPCની કલમ 294નું ઉલ્લંઘન કરે છે તેને ત્રણ મહિના સુધીની મુદત માટે કોઈપણ વર્ણનની કેદ અથવા દંડ અથવા બંને સાથે સજા થઈ શકે છે.

Shah Jina