ખબર

બાળકોમાં કોરોનાનો રાફડો ફાટતા PM મોદી થયા ખૂબ ચિંતિત, તાબડતોબ આ આદેશ આપ્યો

દેશમાં જારી કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકવાર ફરી જિલ્લાધિકારીઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં પીએમએ કહ્યુ કે, કેસ ભલે ઓછા થઇ રહ્યા છે પરંતુ પડકાર ખત્મ થયો નથી. તેના માટે તૈયાર રહેવુ પડશે.

પીએમએ કહ્યુ કે, પાછળની મહામારી હોય કે પછી આ સમય બધી મહામારીએ આપણને એક વાત શીખવાડી છે. મહામારીથી ડીલ કરવા આપણી રીતમાં નિરંતર બદલાવ જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જિલ્લાધાધિકારીઓ સાથે બેઠક કરીને તેમને કોરોનાથી પીડિત બાળકો અને યુવાનોનો ડેટા એકત્રિત કરવાનું પણ જણાવ્યું હતુ.

પીએમ મોદીએ રાજસ્થાન, ઉત્તર પેરદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, કેરળ, હરિયાણા અને ઓડિશા તેમજ આંધ્રના 10 જિલ્લાધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ચર્ચા દરમિયાન જણાવ્યુ હતુ કે, વેક્સિન સપ્લાય નજીકના ભવિષ્યમાં સરળ બનશે અને તેનાથી વેક્સિનેશનની જે પ્રકિયા છે તે સરળ બનશે.

પ્રધાનમંત્રીએ જિલ્લાધિકારીઓને કહ્યુ કે, આજ પરિસ્થિતિઓએ આપણી ક્ષમતાઓની નવી રીતે પરિક્ષા લેવાનો અવસર આપ્યો છે. પોતાન જિલ્લાની નાનામાં નાની સમસ્યાને દૂર કરવા માટે લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે તમારી આ જ ભાવના આજે કામ આવી રહી છે.

પીએમએ જણાવ્યુ કે, જીવ બચાવવાની સાથે જીવનને સરળ બનાવવાની પ્રાથમિકતા પણ છે. તે પછી કાળાબજારીને રોકવાની હોય કે કોઇ ગરીબોની વિનામૂલ્યે રાશનની યોજના હોય.