CM રૂપાણીની સ્પીચ સાથે ચેડા કરનાર યુવક પકડાયો, મેકડોનાલ્ડવાળી મજાક ભારે પડી- જાણો વિગત

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના CM નો મેકડોનાલ્ડવાળી એક સ્પીચ વૉટ્સઅપમાં ફરી રહી છે. આ સ્પીચ સાથે ચેડા કરી એને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર યુવકને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. PI આર.ખેરે જણાવ્યું હતું કે હાલ સોશિયલ મીડિયામાં CM વિજય રૂપાણીની મેકડોનાલ્ડ કંપનીવાળી એક સ્પીચ વાઇરલ થઈ હતી.

32 વર્ષનો આ યુવક વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં રહે છે. તેણે CM વિજય રૂપાણીની ઓરિજનલ સ્પીચને એડિટ કરી હતી. આ વિડીયો ઇન્ટરનેટ પર પૂર ઝડપે વાયરલ થયેલો છે.તપાસમાં જન્મ મળ્યું કે પ્રસિધ્ધી મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. સોશિયલ મીડીયા એકાઉન્ટમાં આ મેકડોનાલ્ડવાળી સ્પીચમાં છેડછાડ કરીને તેની સાથે ગીતો પણ એટેચ કરેલો વીડિયો પોસ્ટ કરાયો છે.

આ ઉપરાંત દેશના ગુજરાતી નેતાના પણ મઝાક ઉડાવતા વિડિયો પોસ્ટ કરાયેલા છે.આરોપી ડી.જેનો વ્યવસાય કરે છે અને તેને પ્રસિધ્ધી મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે. તેના સોશિયલ મીડીયા એકાઉન્ટમાં મુખ્યમંત્રીના મેકડોનાલ્ડવાળી સ્પીચમાં છેડછાડ કરીને તેની સાથે ગીતો પણ એટેચ કરેલો વીડિયો પોસ્ટ કરાયો છે

Images Souce:

આ ઉપરાંત દેશના બીજા ગુજરાતી નેતાના પણ મઝાક ઉડાવતા વિડિયો પોસ્ટ કરાયેલા છે.સાયબર ક્રાઈમે તપાસ કરતા એ જાણવા મળ્યું કે આ સ્પીચને એડિટ કરી બનાવી હતી ત્યારે આ અંગે પોલીસે યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

YC