યોગ શીખતાં શીખતાં જ આ ભારતીય યુવકથી પ્રભાવિત થઇ ગઈ ચાઈનીઝ છોકરી, ભારત આવીને હિન્દૂ રીતિ રિવાજ મુજબ કર્યા લગ્ન, તસવીરો થઇ રહી છે વાયરલ, જુઓ
Chinese girl married an Indian boy : આજના સમયમાં સોશિયલ મીડિયા પર ઘણા લોકોને પ્રેમ સંબંધો બંધાઈ જતા હોય છે, ઘણા લોકો તો દૂર દેશમાં બેઠેલા કોઈ વ્યક્તિને પણ દિલ આપી બેસે છે અને પછી તેમનો પ્રેમ સંબંધ લગ્નના બંધનમાં પણ પરિણમે છે. આવી ઘણી પ્રેમ કહાનીઓ તમે જોઈ અને સાંભળી હશે, હાલ પણ એક એવી જ કહાની સામે આવી છે, જેમાં એક ચીની યુવતીને ભારતીય યુવક સાથે પ્રેમ થઇ ગયો અને બંનેએ લગ્ન પણ કર્યા.
ચીનના એક યોગ સેન્ટરમાં ટ્રેનરના આસિસ્ટન્ટની ભૂમિકા ભજવનાર શાન યાન ચાંગ મહારાષ્ટ્રના યુવક રાહુલ હાંડેના પ્રેમમાં પડી. પ્રેમમાં પાગલ બનેલા આ જોડાએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને શાન લગ્ન કરવા માટે પોતાના પરિવાર સાથે મહારાષ્ટ્ર આવી ગઈ, અને બંનેએ ખુબ જ ધામધૂમથી હિન્દૂ રીતિ રિવાજ અનુસાર લગ્ન પણ કરી લીધા, તેમના લગ્નની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.
આ બંને વચ્ચે કોરોના દરમિયાન પ્રેમ સંબંધ હતો. જેના બાદ બનેની વર્ષો જૂની મિત્રતાને તેમને એક નામ આપવાનું નક્કી કર્યું અને તેમને લગ્ન કરવાનો નિર્ણય કર્યા બાદ શાન તેના પરિવાર સાથે ભારત આવી અને ચોરીના ચાર ફેરા પણ રાહુલ સાથે ફરી લીધા, હવે તેમના લગ્નની ચર્ચાઓ ઠેર ઠેર થઇ રહી છે. આ લગ્ન સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યા છે.
રાહુલ મૂળ અહમદનગર જિલ્લાના ભોજદારી રહેવાસી છે. તે યોગ શીખવવા તેમજ નોકરી કરવા માટે ચીન ગયો હતો. આ દરમિયાન જ યોગ શીખવતી વખતે તેની મિત્રતા શાન સાથે થઈ. જેના બાદ તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. ભારતમાં લગ્ન કરતા પહેલા તેમને ચીનમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા અને પછી તેમને હિન્દૂ રીતિ રિવાજ અને પરંપરા અનુસાર લગ્ન કરવાનું નક્કી કર્યું.
આ લગ્નમાં તમામ વિધિ પણ થયા, જેમાં પીઠી, વરમાળા, ફેરા બધું જ જોવા મળ્યું, શાનનો પરિવાર પણ ભારતીય રીતિ રિવાજ જોઈને ખુબ જ પ્રભાવિત થયો હતો. શાનનું કહેવું છે કે યોગ શીખતાં દરમિયાન અમારી વચ્ચે પ્રેમ થયો, મને તેનો સ્વભાવ ખુબ જ પસંદ આવ્યો અને પછી અમે અમારા પરિવારની સંમતિથી લગ્ન કરવાનું નક્કી કર્યું.