ખોળામાં માસુમ બાળક, હાથમાં ગ્લુકોઝની બોટલ લઈને સારવાર માટે હોસ્પિટલ પહોંચી મહિલા, હોસ્પિટલે જે કર્યું તે જોઈને ગુસ્સો આવશે, જુઓ વીડિયોમાં

કોરોનાનું સંક્ર્મણ સમગ્રરા દેશની અંદર સતત વધી રહ્યું છે. ત્યારે હોસ્પિટલમાં અને તેની બહારથી પણ ઘણા એવા દૃશ્યો સામે આવે છે જેને જોઈને આપણી આંખો પણ ભીની થઇ જાય, હાલ એવો જ એક વીડિયો મધ્ય પ્રેદેશના કટની જિલ્લા હોસ્પિટલની બહારથી સામે આવ્યો છે.

આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક મા પોતાના બાળકને એક હાથે ખોળામાં લઈ અને બીજા હાથે ગ્લુકોઝની બોટલ સાથે આવી પહોંચી છે અને હોસ્પિટલની એક નર્સ દ્વારા તેને સારવાર આપવાની ના પાડતા તે રસ્તા ઉપર ફરી રહી છે.

આ વીડિયોની અંદર નજર આવી રહેલી મહિલા ઉમરીયાની છે. પરંતુ આ વીડિયો કટની જિલ્લા હોસ્પિટલનો છે. મહિલાનું બાળક ઉમરીયા મેડિકલ કોલજની અંદર ભરતી હતું. જ્યાંથી તેને જબલપુર રેફર કરી દેવામાં આવ્યું.

મહિલા બાળકને લઈને કટની હોસ્પિટલ આવી ગઈ. અહીંયા બાળકને ભરતી કરાવવા માટે પાવતી કપાવ્યા બાદ હોસ્પિટલની સ્ટાફ નર્સે ના પાડી દીધી. મહિલા નિરાશ નથીને બાળકને લઇ પાછી જબલપુર જવા માટે નીકળી ગઈ.

આ સમગ્ર મામલાની તપાસ સીએમએચઓ ડૉ. પ્રદીપ મુડિયા દ્વારા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

Niraj Patel