સ્કૂલમાં ભણતા આ નાના એવા ટેણીયાની ક્યુટનેસે જીતી લીધું સૌનું દિલ, એવું ગીત ગયું કે મેડમ પણ થઇ ગયા ઈમ્પ્રેસ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં આજકાલ નાના બાળકોના વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. તેમાં પણ નાના નાના ભૂલકાઓ જયારે તેમની કાલી ઘેલી બોલીમાં કોઈ ફિલ્મી ગીત ગાય ત્યારે તે વીડિયો લોકોને જોવા ખુબ જ પસંદ આવે છે, હાલ એવા જ એક ટેણીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે એક ફિલ્મી ગીત ગાઈને મેડમને ઈમ્પ્રેસ કરતો જોવા મળે છે.

વાયરલ વીડિયોની અંદર એક ક્યૂટ બાળક જોવા મળી રહ્યું છે. આ બાળક બહુ જ વધારે પ્રેમાળ દેખાઈ રહ્યું છે. ઉપરથી આ બાળક એટલા સુંદર અવાજની અંદર ગીત ગાય છે કે દરેક વ્યક્તિનું મન મોહી લે છે. આ બાળકે ગીત ગાઈને તેના મેડમને પણ ઈમ્પ્રેસ કરી દીધા છે. જેના કારણે મેડમ પણ બાળકને વારંવાર ગીત ગાવા માટે કહી રહ્યા છે.

આ બાળક પણ મેડમને ના નથી પાડતું અને ગીત ગાતું જ રહે છે. આ બધા વચ્ચે જ કંઈક એવું બને છે જેને જોઈને તમે પણ તમારું હસવું રોકી નહીં શકો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેડમ મોબાઈલ લઈને બાળકનો વીડિયો બનાવી રહ્યા છે અને બાળકને ગીત ગાવા માટે કહે છે. બાળક પણ પોતાના મેડમની વાત સાંભળીને સુરીલા અવાજમાં ગીર ગાવાનું શરૂ કરી દે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

મેડમ બાળકને જોરથી ગીત ગાવાનું કહે છે, જેના બાદ તે બાળક “ગુલાબી આંખે જો તેરી દેખી” ગીત ગાવા લાગે છે. સૌથી ખાસ પળ તો એ હોય છે કે બાળક ગીત ગાતા વચ્ચે જ રોકાઈ જાય છે અને બહુ જ ક્યૂટ અંદાજમાં કહે છે, “મેડમ મારા દાંતમાં દુખાવો થાય છે.” જો કે મેડમ તેની વાતને નજર અંદાજ કરીને તેને ગાવા ઉપર જ ફોકસ કરવાનું કહે છે. મેડમની વાત માનીને બાળક દુખાવો પણ ભૂલી જાય છે અને ગાવાનું શરૂ કરી દે છે. જેના બાદ તે બાળક આગળ કહે છે કે મને આગળનું ગીત નથી આવડતું. બાળકની આ વાત પણ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.

Niraj Patel