આ નાના ટેણીયાએ માછલી પકડવા માટે અપનાવ્યો એવો જુગાડ કે જોઈને આનંદ મહિન્દ્રા પણ તેના ફેન બની ગયા, જુઓ વીડિયો

દુનિયામાં કેટલા લોકો જુગાડ કરે છે તેનો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે. તમે આવા ઘણા વીડિયો જોયા હશે જેમાં લોકો અલગ-અલગ પ્રકારના જુગાડ કરીને અદ્ભુત કામ કરે છે. ભારતના પ્રખ્યાત બિઝનેસમેન આંણદ મહિન્દ્રા પણ તેમના સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને આવા જુગાડુ વીડિયોને શેર કરતા પણ હોય છે.

હાલમાં જ મહિન્દ્રા કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ એક એવો જુગાડ જોઈને દંગ રહી ગયા હતા. અને તેમને પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટીવીટર ઉપર આ વીડિયોને શેર કર્યો છે. આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વિટર પર એક બાળકનો વીડિયો શેર કર્યો છે જે માછલી પકડી રહ્યો છે. આનંદ મહિન્દ્રા અવારનવાર જુગાડુ લોકો સાથે સંબંધિત વીડિયો પોસ્ટ કરતા રહે છે, જેમાં લોકો વિવિધ પ્રકારની શોધ કરે છે.

આનંદ મહિન્દ્રા આવા લોકોને ખૂબ પ્રોત્સાહિત કરે છે અને તેમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તાજેતરમાં તેમણે એક બાળકને પ્રોત્સાહિત કર્યું છે જે તેના મગજનો ઉપયોગ માછલી પકડવા માટે કરે છે પરંતુ તેની પદ્ધતિ ખૂબ જ મજેદાર છે. વીડિયો પરથી એ જાણી શકાયું નથી કે તે ક્યાંનો છે, પરંતુ બાળકને જોઈને એવું લાગે છે કે તે કોઈ ભારતીય છે, જોકે આ વાતની પુષ્ટિ થઈ શકતી નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક લાકડાનું સ્ટ્રક્ચર લઈને આવે છે. તે આ રચનાને નદીના કિનારે દાટી દે છે. તેના બાદ તે દોરીમાં લોટની ગલગોટી ફસાવી દે છે અને તેને પાણીમાં ફેંકી દે છે.

બાળક થોડી ક્ષણો માટે જ બેઠો હોય છે કે તેને લાગે છે કે માછલી ફસાઈ ગઈ છે. આ પછી, તે લાકડા પર લગાવેલા વ્હીલને ફેરવવાનું શરૂ કરે છે અને તાર ખેંચે છે. તમે જોશો કે બે મોટી માછલીઓ તારમાં ફસાઈ ગઈ છે. વીડિયો શેર કરતી વખતે આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં કહ્યું કે આ વીડિયો તેમના ઇનબોક્સમાં કોઈપણ વિગતો વગર જોવા મળ્યો છે. આનંદ મહિન્દ્રાએ વધુમાં જણાવ્યું હતું કે આવા વીડિયો આ મૂંઝવણભરી દુનિયામાં ખૂબ જ શાંતિનો અહેસાસ કરાવે છે. તેમણે લખ્યું, ‘દૃઢ સંકલ્પ + સાદગી + ધૈર્ય = સફળતા’

Niraj Patel