ચાલતી ગાડીમાંથી પડી ગયું માસુમ બાળક, અને પછી જે થયું..આ વીડિયો જોઈને તમારા રૂંવાડા ઊભા થઇ જશે !!!

જયારે આપણી સાથે નાના બાળકો હોય ત્યારે તેમનું ખાસ ધ્યાન રાખવું પડે છે. અને એમાં પણ જો આપણે બાઈક કે ગાડીની અંદર જતા હોઈએ ત્યારે તો તેનું વધારે ધ્યાન રાખવું જોઈએ, પરંતુ આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને ભલભલાના રૂંવાડા ઉભા થઇ જાય.

મંગળવારના રોજ એક ટ્વીટર યુઝર્સ શીરીન ખાન દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે. તેને વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપશનમાં લખ્યું હતું કે “આવું કેવી રીતે બની શકે છે ?”

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક કાર ટ્રાફિક સિગ્નલ પાસે ઉભી છે અને જેવું સિગ્નલ ખુલવાની સાથે કાર આગળ નીકળે છે કે કારની પાછળની ડિક્કી ખુલી જાય છે અને એક બાળક રોડ ઉપર આવીને પડી જાય છે.

જો કે એક વાત સારી રહી કે આ બાળક જયારે નીચે પડ્યું ત્યારે કોઈ વાહન તેની પાછળ નહોતું, નહિ તો આ બાળકનો જીવ પણ જઈ શકતો હતો. બાળક જમીન ઉપર પડવાની સાથે જ જે કારમાંથી પડ્યું હતું તેની તરફ દોડવા લાગે છે અને તે કાર પણ આગળ ઉભી રહે છે જેમાંથી એક મહિલા ઉતરી અને બાળકને લેવા માટે આવે છે.

સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તો ગયા વર્ષે પણ એક આવો જ વીડિયો વાયરલ થયો હતો જે આઇપીએસ ઓફિસર પંકજ નૈન દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો કેરળનો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

આ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે એક બાળક ચાલુ કારમાંથી કેવી રીતે નીચે પડકાય છે. વીડિયો શેર કરવાની સાથે આઇપીએસ ઓફિસર દ્વારા લખવામાં આવ્યું હતું કે “બાળક સાથે પ્રવાસ દરમિયાન ચાઈલ્ડ લોક અને ચાઈલ્ડ સીટ ખુબ જ જરૂરી હોય છે. કાર ચલાવતા પહેલા બધા જ દરવાજા બરાબર જોઈ લેવા કે તે બરાબર બંધ છે કે.નહીં  સાથે જ ચાઈલ્ડ લોક ચાલુ કરી દેવું. અને હા બાળકોને ચાઈલ્ડ સીટ ઉપર બેસાડવા. કારણ કે બધા જ બાળકો આ માસૂમની જેમ ભાગ્યશાળી નથી હોતા. સુરક્ષિત રહો.”

Niraj Patel