લાપરવાહ વ્યક્તિએ બાળકને થમાવી દીધું થાર કારનું સ્ટીયરિંગ, પછી થયુ એવું કે…વીડિયો જોઇ ભડક્યા લોકો

બાળકને રસ્તા વચ્ચે પકડાવી દીધુ Thar નું સ્ટીયરિંગ, આગળ જે થયુ તે જાણી શોક્ડ રહી જશો !

સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇના કોઇ વીડિયો વાયરલ થતા રહે છે, જેમાંના કેટલાક ફની તો કેટલાક હેરાન કરી દેનારા હોય છે. ત્યારે હાલમાં બેંગલુરુથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરમાં રસ્તા વચ્ચે એક વ્યક્તિએ બાળકને મહિન્દ્રા થારનું સ્ટીયરિંગ પકડાવી દીધુ. બાળક ડ્રાઇવિંગ સીટ પર બેસેલા વ્યક્તિના ખોળામાં બેઠો હતો.

નાના બાળકે પિતાના ખોળામાં બેસી ચલાવી થાર

આ જોઇ ત્યાં હાજર લોકો પણ હેરાન રહી ગયા, ત્યાં એક પત્રકારે આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર બેંગલુરુ પોલિસ અને ટ્રાફિક પોલિસ પ્રમુખને ટેગ કરી શેર કરી દીધો. તેણે લખ્યુ- એમજી રોડ મેટ્રો સ્ટેશન પાસે ટ્રાફિકનું ઉલ્લંઘન થયુ છે- એક બાળક કાર ચલાવી રહ્યો હતો. કારનો નંબર પણ શેર કરી રહ્યો છે. આ પછી સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થવા લાગ્યો. ત્યાં પોલિસે પણ તરત જ બધી જાણકારી એકઠી કરી અને ગાડીના માલિક પર કાર્યવાહી કરી. પોલિસે ગાડીને હાલ જપ્ત કરી લીધી છે.

યુઝર્સની વીડિયો પર પ્રતિક્રિયા

વીડિયોમાં જોઇ શકાય છે કે એક બાળક પિતાના ખોળામાં છે અને તેને સ્ટિયરિંગ પકડી રાખ્યુ છે. ગાડી ચલાવતા સમયે પણ બાળકનો હાથ સ્ટિયરિંગ પર જ હોય છે. ત્યારે આ વીડિયો જોઇ લોકો ભડક્યા છે. એકે લખ્યુ- આવા લોકો પર ક્રિમિનલ એક્શન થવું જોઇએ. પેરેન્ટ્સને તો ડોક્ટર પાસે જવું જોઇએ. જો કે, અન્ય એકે લખ્યુ કે- આ કોમન સેંસની વાત છે કે બાળકનો પગ ક્લચ અને બ્રેક પર નથી પહોંચી શકતો, તેણે ખાલી સ્ટીયરિંગ પકડ્યુ છે જે કોમન છે.

Shah Jina