બનાસકાંઠા : દાડમને લીધે દોઢ વર્ષના બાળકનું મોત, જાણો સમગ્ર મામલો
Child died after getting stuck in a pomegranate : નાના બાળકો ખુબ જ માસુમ હોય છે અને તેઓ ઘણીવાર રમત રમતમાં એવી હરકતો કરી બેસતા હોય છે કે તેમનું જીવન પણ જોખમાઈ જાય. તમે ઘણા નાના બાળકોને રમત રમતમાં ધાબા પરથી પડી જતા, કે બોરવેલમાં પડી જવાની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે, તો ઘણીવાર બાળકો અજાણતા જ મોઢામાં કે નાકમાં એવી વસ્તુઓ નાખી દેતા હોય છે જે તેમના માટે જીવલેણ સાબિત થઇ જાય છે, એવામાં નાના બાળકોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી પણ બની જાય છે.
શ્વાસ નળીમાં ફસાઈ ગયો દાડમનો દાણો :
ત્યારે હાલ એક એવી જ ઘટના બનાસકાંઠામાંથી સામે આવી છે, જેમાં એક દોઢ વર્ષનું બાળક દાઢમનો દાણો ગળી જતા તેના શ્વાસ રૂંધાઇ ગયા હતા અને તેના કારણે બાળકનું મોત નીપજ્યું હતું. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર બંસકાઠાના દિયોદરમાં આવેલા ગોકુલ નગરમાં રહેતો દોઢ વર્ષનો જૈનિલ એક જન્મ દિવસની પાર્ટીમાં ગયો હતો, જ્યાં પૌઆમાં રહેલો દાડમનો દાણો તે ગલી ગયો હતો. દાડમનો દાણો તેના ગળામાં ફસાઈ ગયો હતો અને તેને તકલીફ થવા લાગી.
સારવાર મળે એ પહેલા જ મોત :
આ દરમિયાન આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં હાજર તબીબે તપાસ કરતા ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જૈનિલને સારવાર મળે એ પહેલા જ તેનું મોત થઇ ગયું હતું. બાળકનું મોત શ્વાસ રૂંધાવવાના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.
વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના :
ત્યારે માસુમ બાળકના મોતના કારણે પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે. ત્યારે આવી ઘટનાઓ વાલિઓ માટે પણ લાલબત્તી સમાન સાબિત થાય છે, અવાર નવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં બાળકના મોત પણ થતા હોય છે. થોડા દિવસ પહેલા જ દ્વારિકામાં એક માસુમનું બોરવેલમાં પડી જવાના કારણે મોત થયું હતું.